ETV Bharat / state

અમદાવાદના બજારોમાં મદ્રાસી શેરડીની બોલબાલા, જાણો ઉત્તરાયણમાં શેરડીનું અનેરૂ મહત્વ - SUGARCANE PRICE

આ કાળા કલરની શેરડી તે મદ્રાસી શેરડી છે. તે સીધી મદ્રાસથી આવે છે. પહેલા સિધ્ધપુરની લાલ શેરડી આવતી હતી.

ઉત્તરાયણમાં મદ્રાસી શેરડીની બોલબાલા
ઉત્તરાયણમાં મદ્રાસી શેરડીની બોલબાલા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 3:55 PM IST

અમદાવાદ: મકરસંક્રાંતિના તહેવારને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદની બજારોમાં શેરડી ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે અને લોકો ઉમળકા ભેર શેરડી ખરીદી રહ્યા છે. થોડા વર્ષોથી બજારમાં મદ્રાસી શેરડીનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે.

શેરડી વિક્રેતા અજયભાઈ પટણીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, આ કાળા કલરની શેરડી તે મદ્રાસી શેરડી છે. તે સીધી મદ્રાસથી આવે છે. પહેલા સિધ્ધપુરની લાલ શેરડી આવતી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી મદ્રાસી શેરડીનું પ્રચલન વધ્યું છે.

ઉત્તરાયણમાં મદ્રાસી શેરડીની બોલબાલા (ETV Bharat Gujarat)

આ વખતે શું છે શેરડીનો ભાવ?
તેમના દ્વારા વધુ વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ શેરડીના એક ભારાની આ વર્ષે કિંમત 1050 રૂપિયા છે જ્યારે ગત વર્ષે તેની કિંમત 700 રૂપિયા હતી. પરંતુ ગત વર્ષે પણ આ શેરડીનો એક સાઠો 100 રૂપિયાનો વેચાતો હતો અને આ વર્ષે પણ તે 100 રૂપિયાનો જ વહેંચાઈ રહ્યો છે.

ઉત્તરાયણમાં મદ્રાસી શેરડીની બોલબાલા
ઉત્તરાયણમાં મદ્રાસી શેરડીની બોલબાલા (ETV Bharat Gujarat)

મકરસંક્રાંતિ અને શેરડીનું ખાસ મહત્વ
મકરસંક્રાંતિમાં શેરડીના મહત્વની વાત કરીએ તો શેરડીએ લણણીની ઉજવણી, સંબંધોમાં મધુરતા, એકતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. શેરડીએ આ સિઝનમાં લણવામાં આવતા મુખ્ય પાકોમાંનો એક છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ સિઝન દરમિયાન તેનું ભરપૂર ઉત્પાદન થાય છે. શેરડીએ સમૃદ્ધિ અને સખત મહેનતના ફળનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે મકરસંક્રાંતિના દિવસે લોકો ઘણીવાર ગોળ (શેરડીમાંથી બનાવેલ) અને તલની આપ-લે કરે છે, ચીકી, તળગોળના લાડુ સહિત મીઠાઈઓનું આ વિનિમય આગામી વર્ષમાં મધુર સંબંધો અને સુમેળની ઈચ્છા દર્શાવે છે. શેરડી, એક સખત અને સ્થિતિસ્થાપક છોડ હોવાને કારણે, તે શક્તિ અને સહનશક્તિનું પણ પ્રતીક છે, જે ગુણો લોકો આગામી વર્ષમાં કેળવવા ઈચ્છે છે.

આમ, મકરસંક્રાંતિ દરમિયાન શેરડીએ કુદરતની કૃપા, એકતા અને લણણીની મોસમ લાવે તેવા આશાવાદનું પ્રતીક પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. પતંગ રસિકો નોંધી લો ! આખો દિવસ સૂર્યપ્રકાશથી ત્વચાની સંભાળ રાખવાના ઉપાય...
  2. બનાસનું રાજકારણ: સાંસદ ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન, સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.