ETV Bharat / bharat

લૉરેન પૉવેલ જોબ્સને કાશીમાં શિવલિંગનો સ્પર્શ ન કરવા દેવાયો ? સ્વામી કૈલાશાનંદ ગિરીએ કરી સ્પષ્ટતા - LAURENE POWELL JOBS

લૉરેન પૉવેલ જોબ્સે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. જોકે, તેને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી.

કાશીમાં લૉરેન પૉવેલ જોબ્સ
કાશીમાં લૉરેન પૉવેલ જોબ્સ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 4:26 PM IST

નવી દિલ્હી: એપલના સ્વર્ગસ્થ સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લૉરેન પૉવેલ જોબ્સે રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી, પરંતુ તેમને કાશી વિશ્વનાથ શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ દરમિયાન આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજે પણ જોબ્સની મુલાકાત અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે, તેમણે એ પણ જણાવ્યું હતું કે શા માટે લૉરેનને શિવલિંગ સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી?

સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજે કહ્યું કે કેટલાંક પ્રોટોકોલ જાળવી રાખવા અને ભારતીય પરંપરાઓનું પાલન કરવું તેમની ફરજ છે. "તેમણે સામાચાર એજેન્સી ANIને જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તે અમારી પરંપરાઓ વિશે જાણવા માંગે છે... તે મને પિતા અને ગુરુ તરીકે માન આપે છે... દરેક વ્યક્તિ તેની પાસેથી શીખી શકે છે,"

મંદિરના કડક પ્રોટોકોલ

મંદિરના કડક પ્રોટોકોલ અંગે તેમણે કહ્યું કે, "કોઈ વિવાદ નથી (તેમની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત અંગે) હું આ ખૂબ જ સ્પષ્ટ કરવા માંગુ છું. હું એક આચાર્ય છું અને પરંપરાઓ અને મૂળભૂત સિદ્ધાંતો અને આચારનું પાલન કરું છું. અભિષેક અને પૂજા કરવાની મારી ફરજ છે, પરંતુ એવી પરંપરા છે કે કાશી વિશ્વનાથને હિંદુ સિવાય કોઈ સ્પર્શ કરી શકશે નહીં..."

લૉરેન જૉબ્સને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી કેમ ન આપવામાં આવી ?

લૉરેન પૉવેલ જોબ્સને શા માટે કાશી વિશ્વનાથ શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી તે વિશે વાત કરતા, આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજે જણાવ્યું હતું કે, "કાશી વિશ્વનાથમાં અમારી ભારતીય પરંપરા મુજબ અન્ય કોઈ હિન્દુ શિવલિંગને સ્પર્શ કરી શકતા નથી તેથી જ તેમને બહારથી શિવલિંગના દર્શન કરાવવામાં આવ્યા હતા. તે કુંભમાં પણ હાજર રહેશે અને ગંગામાં ડૂબકી લગાવવાનો પણ આયોજન કરી રહી છે."

12 વર્ષ બાદ મનાવાઈ રહ્યો છે કુંભ

સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજની હાજરીમાં નિરંજની અખાડામાં વ્યાસાનંદ ગિરી મહારાજનો પટ્ટાભિષેક કરવામા આવ્યો. જેમાં લૉરેન પૉવેલ જોબ્સે પણ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આપને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઉજવાઈ રહેલા મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની આશા છે. આ આયોજન દરમિયાન, ભક્તો પવિત્ર ડુબકી લગાવવા માટે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર એકઠા થશે. 26મી ફેબ્રુઆરીના રોજ મહાકુંભનું સમાપન થશે.

  1. Mahakumbh 2025: પ્રયાગરાજ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી સંગમ તટે કેવી રીતે પહોંચશો? એક ક્લિકે જાણો
  2. મહાકુંભ 2025માં ના જઈ શકો તો ચિંતા નહીં, ઘરે કરો આ ઉપાય અને મેળવો સ્નાનનું પુણ્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.