ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીએ આવા તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું.
રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા ‘‘મેક ઇન ઇન્ડીયા-મેક ઇન ગુજરાત’’ની નેમ હેઠળ આ હોટ એર સીમ સીલીંગ મશીનના રાજકોટ-ગુજરાતમાં નિર્માણથી સાકાર થઇ છે. હાલની સ્થિતિમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સારવારનું સેવા દાયિત્વ અદા કરતા તબીબો-આરોગ્ય કર્મીઓને આ વાઇરસના સંક્રમણ સામે 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરવાના ઇનિશ્યેટીવને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં બનશે હોટ એર સીમ સિલીંગ મશીન, મહિને 200 યૂનિટ બનાવવા સાથે ગુજરાત બનશે પ્રથમ રાજ્ય
કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા વ્યકિતઓની સારવાર જોડાયેલા તબીબો-પેરામેડિકલ જેવા રિયલ કોરોના વોરિયર્સની સંપૂર્ણ આરોગ્ય રક્ષાકવચનું એક નવીન કદમ દેશભરમાં પ્રથમવાર રાજકોટથી ગુજરાતે ઉઠાવ્યું છે. જેમાં દેશનું સૌ પ્રથમ PPE કીટ બનાવતું મશીન લોન્ચ કરવામાં આવ્યું છે.