ગાંધીનગર : ભારત દેશના પ્રથમ વખત G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે, ત્યારે ગુજરાતમાં અલગ અલગ મુદ્દા પર G20ની બેઠકો યોજાઇ છે, ત્યારે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાઈટ 20નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે રાજ્ય કક્ષાના ગ્રુપ થતા જોઈએ અંતર્ગત આજે બેઠક યોજાતી અને આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ Y20ના લોગોનું વિમોચન કર્યું હતું.
Y20નું 338 જગ્યાએ આયોજન : Y20 બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના દરેક તાલુકા, નગરપાલિકા અને શહેરોના યુવાનો ભાગ લે અને છેવાડાના યુવા સુધી પહોંચી શકાય તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 105 નગરપાલિકા, 225 તાલુકા અને 8 મહાનગરપાલિકા મળી કૂલ 338 સ્થળોએ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમો આગામી 45 દિવસ સુધી ચાલશે.
કુદરતી સૌંદર્ય વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન : વધુમાં જણાવ્યું કે, જ્યારે કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. જેનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, વિલ્સન હિલ, કચ્છનું સફેદ રણ, પોલો ફોરેસ્ટ, છોટાઉદેપુરના ડુંગર વિસ્તારો, દાંડી સત્યાગ્રહ સ્થળ, મોઢેરાનું સૂર્યમંદિર, જાંબુઘોડાના કુદરતી સૌંદર્ય વિસ્તારો જેવા ગુજરાતના વિવિધ લોકપ્રિય સ્થાનો પર વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝોન મુજબ થશે. જેમાં સૌ પ્રથમ દક્ષિણ ઝોન અને ત્યારબાદ તબક્કાવાર મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : G20 Delegates in Kutch : જી20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટ સભ્યો સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે, સંદેશમાં શું લખ્યું જૂઓ
5 લાખ યુવાઓને એક સાથે જોડવાનો પ્રયાસ : રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ Y20 કાર્યક્રમથી ગુજરાતના 5 લાખ યુવાઓને એક સાથે જોડવાનું આયોજન છે, ગુજરાતના વિવિધ ક્ષેત્રે સાથે જોડાયેલા ઉમેદવારોને એક સાથે રાખવામાં આવશે. જ્યારે આજના સમયમાં કેવી ટેકનોલોજી નવી આવી રહી છે. આવનારા દિવસોનું ભવિષ્ય કેવા હશે તે બાબતે ખાસ યુવાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગુજરાતની વિવિધ કોલેજ કેમ્પસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરનાર યુવાનો એન્ટર યુનિયન પ્રોફેશનલ યુવાઓને સ્પીકર તરીકેનું સ્થાન આપવામાં આવશે.
આ પણ વાંચો : G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
આ કાર્યક્રમથી શું થશે ફાયદો : ફાયદા બાબતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો આત્મનિર્ભર કઈ રીતે બને તે મુખ્ય હેતુ છે. જ્યારે સરકારી યોજનાઓ સરકારી લોન સરકારી સેવાઓ કઈ રીતે સારી રીતે વ્યવસ્થિત મેળવી શકાય અને તેનો ઉપયોગ કરીને યુવાનો કઈ રીતે પોતે આત્મનિર્ભર થઈ શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ કાર્યક્રમમાં ભારતીય યુવા ઈ મોરચાને પણ વિશેષ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. શહેર અને ગામડાના યુવાન સમગ્ર વિશ્વમાં કંઈક નવું કરીને ગુજરાતનું નામ રોશન કરે તે રીતે તેમને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.