ETV Bharat / state

વિધાનસભાનું બજેટ સત્ર : વિપક્ષ જયપુરમાં, સરકાર ગૃહમાં એકલી

રાજ્યસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, ત્યારે વધુ ધારાસભ્યો ન તૂટે માટે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને જયપુરમાં શિફ્ટ કર્યાં છે. વિધાનસભા ગૃહમાં વિપક્ષના એક પણ ધારાસભ્ય હાજર ન રહેતા વિધાનસભા ગૃહમાં સરકાર જ રજૂકર્તા અને સરકાર જ નિર્ણયકર્તા હોવાના દ્રશ્યો વિધાનસભા ગૃહમાં જોવા મળ્યા હતા.

gujarat
વિધાનસભા
author img

By

Published : Mar 17, 2020, 11:25 AM IST

Updated : Mar 17, 2020, 11:51 AM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં બજેટની સામાન્ય માંગણીઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કોઈપણ પ્રકારના વિરોધ સાથે ગૃહનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. 25 માર્ચ સુધી વિધાનસભા ગૃહમાં કોઈ પ્રકારનો વિરોધ કે, વોક આઉટના દ્રશ્યો નહીં સર્જાઇ. કારણે કે, 26 માર્ચે ગુજરાતની ખાલી પડેલી 4 બેઠકો પર ચૂંટણી છે. ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાં રહે તેવી શક્યતાઓ છે.

વિધાનસભાનું બજેટ સત્ર: વિપક્ષ જયપુરમાં, સરકાર ગૃહમાં એકલી

વિધાનસભા ગૃહમાં સરકારના જ ધારાસભ્યો જે રીતે રજૂઆત કરી રહ્યાં હતા અને ભાષણ આપી રહ્યાં હતા તેના પરથી લાગી રહ્યું હતું કે, ગૃહમાં "કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના" જેમાં ફક્ત સત્તા પક્ષના જ સભ્યો વિવિધ માંગણીઓ કરી રહ્યાં હતા. જ્યારે પિયુષ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની ગ્રાન્ટ 2.50 કરોડ કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી ભાજપના ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે કોંગ્રેસના 68 સભ્યો જયપુરમાં છે. બાકી રહેલા BTP, NCP અને અપક્ષના જીજ્ઞેશ મેવાણી સહિતના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા. જ્યારે વિપક્ષના હોવાને કારણે અને વિરોધ ન હોવાથી વિધાનસભાની કાર્યવાહી પણ નીરસ જોવા મળી રહી છે.

કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ રાજીનામું આપ્યું છે, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73 થી 68 થયું છે.

Last Updated : Mar 17, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.