ETV Bharat / state

બોર્ડના ચેરમેન પદની મુદ્દત પુરી છતાં ભાજપના આ નેતા ફેરવી રહ્યાં છે સરકારી કાર

રાજ્ય સરકારે આપેલી સુખ અને સગવડનું કેટલાક નેતાઓ ચુકવણુ કરવાનું ભુલી જતા હોય છે, ત્યારે તેવુ જ એક ચુકવણુ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનનું છે. જેની કારનું આશરે 2 લાખ જેટલું બિલ બાકી હોવાના કારણે તેમની કારને ગાંધીનગર સેક્ટર 21 પેટ્રોલ પંપના મેનેજર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેનના પદની મુદત જાન્યુઆરીમાં પુરી થૂઈ ગઈ હોવા છતાં પણ હજી સરકારી ગાડીનો ઉપયોગ કરે છે અને તેમનું પણ દોઢ લાખ રુપિયા જેટલું બિલ બાકી બોલે છે. જેની તેમને પણ જાણ કરવામાં આવી છે.

સરકારી ગાડીનું બિલ બાકી
સરકારી ગાડીનું બિલ બાકી
author img

By

Published : Jun 10, 2020, 12:56 PM IST

ગાંધીનગર: ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેનની મુદત જાન્યુઆરી મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પોતાની સરકારી કાર જમા કરાવી નથી. જ્યારે ગત ઓક્ટોબર 19થી જાન્યુઆરી 20 દરમિયાન સરકારી કાર નંબર GJ 18 GA 1808મા ભરાવેલું ઇંધણનું આશરે દોઢ લાખ રૂપિયા જેટલુ બિલ બાકી બોલી રહ્યું છે.

આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગૌતમ ગેડિયાની સરકારી ગાડીમાં પેટ્રોલ નહીં ભરવાની સૂચના ગાંધીનગર શહેરમાં આવેલા સેક્ટર 21 પેટ્રોલ પંપના મેનેજર દ્વારા આપવામાં આવી છે. મહિને ત્રણ હજાર કિલોમીટર સુધીના પેટ્રોલની બિલ ચૂકવવાના છે. જ્યારે વધુ વપરાશ થાય તો ચેરમેને જાતે ખર્ચ કરવાનો હોય છે, ત્યારે ગેડિયાની સરકારી ગાડી નંબર GJ 18 GA 2393 ઇન્ટર નહીં કરવા સ્ટાફને સૂચના આપી હતી. જ્યારે આ ગાડી નંબર સાથેનું લિસ્ટ પણ પેટ્રોલ પંપ ઉપર ચોટાડવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે આ લિસ્ટમાં અન્ય એક ચેરમેનનો પણ સમાવેશ થાય છે.

ચેરમેનની સરકારી ગાડીનું બિલ પણ બાકી
ચેરમેનની સરકારી ગાડીનું બિલ પણ બાકી
બોર્ડના ચેરમેન પદની મુદ્દત પુરી છતાં ભાજપના આ તેના ફેરવી રહ્યાં છે સરકારી કાર
આ તકે સેક્ટર 21 પેટ્રોલ પંપના મેનેજર જયંતીલાલ ચૌહાણે કહ્યું કે, પેટ્રોલ પંપ પાસેથી ઇંધણ ભરાવવા આવેલી સરકારી વાહનોનો બિલ બાકી હોવાના કારણે લીસ્ટ પેટ્રોલ પંપ ઉપર લગાવવામાં આવ્યું હતું. કોઈ એક નેતાની વાત નથી, પરંતુ પેટ્રોલ પંપ ઉપર જેટલા લોકોનું બાકી બિલ હતું તે તમામનું લીસ્ટ લગાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.