ગાંધીનગર: સરકારના તમામ વિભાગો દ્વારા E સરકારમાં કામ કાજ શરૂ કરી દીધું છે. હવે સરકારી હોસ્પિટલમાં પણ E સરકાર સિસ્ટમ શરૂ કરીને હોસ્પિટલનું કામ પેપર લેસ કરવાની કવાયત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યના આરોગ્યપ્રધાન દ્વારા સરકારી હોસ્પિટલના તંત્ર સાથે એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અધિકારીઓને સૂચના આપી કે, તમામ કામકાજ કરવાનો સૂચન આપ્યું હતું. જ્યારે આ બેઠકમાં જે રીતે દમણની સરકારી હોસ્પિટલમાં પેપર લેસ કામ થઈ રહ્યું છે તેવી જ રીતે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પણ પેપર કામ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: IPA Awards : ગુજરાતી બાળકલાકાર ભાવિન રબારીનો ડંકો વાગ્યો, અમેરિકામાં મેળવ્યો મોટો એવોર્ડ
દર્દીને કેવી રીતે થશે ફાયદો: જ્યારે આ સિસ્ટમના અમલીકરણથી સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થશે અને પેપર ની બચત થશે. સિસ્ટમની જો વાત કરવામાં આવે તો દર્દીને કઈ રીતે ફાયદો થશે તેની વાત કરીએ તો જો કોઈ દર્દી અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે અને અચાનક જ તેને અન્ય જિલ્લામાં હોય અને સારવાર મેળવવાની જરૂર પડે તો ફાઇલ સાથે રાખવાની જરૂર નહીં પડે. કારણ કે, ફક્ત એક ID નંબર આપવાથી એક જિલ્લાની ફાઈલ બીજા જિલ્લામાં ખુલ્લી શકશે. જેથી એક જિલ્લાના દર્દી બીજા જિલ્લામાં જાય અને ઇમર્જન્સીની જરૂર પડે તો જે તે ID અથવા તો યુનિક નંબર હોસ્પિટલ તંત્ર તરફથી આપવામાં આવશે તે નંબર થી ને દર્દીની તમામ હિસ્ટ્રી એક જ ક્લિકમાં હોસ્પિટલને પ્રાપ્ત થઈ જશે જેથી દર્દીને વધારાની ફાઈલ લઈને પોતાની સાથે ફરવાનો વારો નહીં આવે. જ્યારે યુનિક આઈ.ડી. તરીકે આધારકાર્ડ અથવા મોબાઇલ નંબર નો ઉપયોગ થઈ શકે છે.
કેવી રીતે અમલી થશે સિસ્ટમ: સિસ્ટમની અમલીકરણની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ GMERS કોલેજ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ આ સિસ્ટમનો અમલીકરણ કરવામાં આવશે અને તબક્કા વાર જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ આ સિસ્ટમ લાગુ થશે. આમ સૌ પ્રથમ તબક્કામાં તમામ સરકારી સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સીએચસી સેન્ટર અને પીએચસી સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યારે આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને તમામ હોસ્પિટલ પેપર લેસ કરવામાં આવશે.