ETV Bharat / state

દહેગામનું ધારીસણા ગામ બન્યું કોલેરાગ્રસ્ત, આસપાસનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો - PRAJAPATI DILIP

ગાંધીનગર : દહેગામ તાલુકામાં આવેલું ધારીસણા ગામમાં છેલ્લા ચાર દિવસથી ઘરે-ઘરે લોકો બીમાર પડી રહ્યાં હતા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવતા 8 જેટલી પાણીની પાઇપના લીકેજ મળી આવી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારને ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

Dhanisana
author img

By

Published : Jun 16, 2019, 7:19 PM IST

દહેગામના ધારાસભ્ય શાહિદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ બીમાર લોકોના ઘરે જઈને તેમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો. ધારીસણા ગામ અને આજુબાજુનો 8 કિલોમીટર વિસ્તારને જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાએ એક જાહેરનામું બહાર પાડીને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે પત્રથી જાણ કરવામાં હતી.

Gandhinagar
દહેગામના ધારાસભ્ય સહિતના અધિકારીઓએ બીમાર લોકોના ઘરે જઈને ખબર જાણ્યા હતા

આ અંગે યોગ્ય વિચારણા લઇને એપીડેમીક ડીસીઝ એક્ટ-1987ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશનના મુંબઇ સરકારના એકસ્ટ્રા ઓર્ડીનરી ભાગ 4માં પ્રસિદ્ધ થયેલું છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે દહેગામ મામલતદારની નિમણુંક કરવામાં આવી હોવાનું પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિધ્ધ તારીખથી ત્રણ માસ સુધી અમલમાં રહેશે તેવી પણ સ્પષ્ટતા જાહેરનામાં કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ જેટલી પાણીની પાઈપલાઈનના લીકેજ મળી આવ્યા હતા, જેના કારણે ગામમાં 70 જેટલા લોકો કોલેરાનો ભોગ બન્યા હતા. પરિણામે રવિવારે ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરતા ગામમાં ત્રણ મહિના સુધી પાર્લર, પાણીપુરી, ખાણીપીણી, કોલ્ડ્રીંક્સ સહીતની રોગચાળો ફેલાવે તેવી તમામ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર, ટીડીઓ સહિતના અધિકારીઓએ બીમાર લોકોના ઘરે જઈને ખબર જાણ્યા હતા.

R_GJ_GDR_RURAL_02_16_JUNE_2019_STORY_DHARISANA_COLERA_DECLEARD BY COLLECTOR_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) ધારીસણા ગામનો 8 કિલોમીટરનો વિસ્તાર ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

ગાંધીનગર, 

દહેગામ તાલુકામાં આવેલું ધારીસણા ગામમા છેલ્લા ચાર દિવસથી બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. ઘરે ઘરે દર્દીઓ બીમાર પડી રહ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવતા 8 જેટલી પાણીની પાઇપના લીકેજ મળી આવ્યા હતા. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ધારીસણા ગામ અને તેની આસપાસના આઠ કિલોમીટરના વિસ્તારને ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. દહેગામના ધારાસભ્ય શાહિદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ આજે બીમાર લોકોના ઘરે જઈને તેમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો.

દહેગામના ઘારીસણા ગામ અને આજુબાજુનો 8 કિલોમીટર વિસ્તારને જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ એક જાહેરનામું બહાર પાડીને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. તેમણે કહ્યુ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે પત્રથી જાણ કરવામાં હતી. આ અંગે યોગ્ય વિચારણામાં લઇ એપીડેમીક ડીસીઝ એકટ- 1987ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશનના મુંબઇ સરકારશ્રીના એકસ્ટ્રા ઓર્ડીનરી ભાગ 4 મા પ્રસિધ્ધ થયેલ છે. તેના રેગ્યુલેશન અન્વયે મળેલ સત્તાની રૂએ દહેગામ તાલુકાના ધારીસણા ગામનો અને આજુબાજુનો 8 કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે દહેગામ મામલતદારની નિમણુંક કરવામાં આવી હોવાનું પણ જાહેરનામાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિધ્ધ તારીખથી ત્રણ માસ સુધી અમલમાં રહેશે, તેવી પણ સ્પષ્ટતા જાહેરનામાં કરવામાં આવી છે.

ધારીસણા ગામમાં છેલ્લા ચાર દિવસથી લોકો બીમાર પડી રહ્યા હતા નાગરિકો સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે રહી રહીને બે દિવસ બાદ સરકારી તંત્ર ગામમાં પહોંચ્યું હતું અને ગામમાં લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આઠ જેટલા પાણીની પાઈપલાઈન ના લીકેજ મળી આવ્યા હતા જ્યારે ગામમાં 70 જેટલા લોકો કોલેરા નો ભોગ બન્યા હતા પરિણામે આજે રવિવારે ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરતા ગામમાં ત્રણ મહિના સુધી પાર્લર, પાણી પુરી, ખાણીપીણી, કોલ્ડ્રિંક્સ સહીતની પાણી જણને રોગચાળો ફેલાવે તેવી તમામ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર, ટીડીઓ સહિતના અધિકારીઓએ બિમાર લોકોના ઘરે જઈને ખબર જાણ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.