માત્ર આઠ ધોરણ ભણેલા ધનજી ઓડે કહ્યું કે, હું ભીખાભાઈ મારિયાને ઓળખતો પણ નથી. ચુંદડી ઓઢીને બેસતો હોવાના કારણે મેં ક્યારેય તેમને જોયા પણ નથી. હું કોઈને બાધા આપતો નથી કે, દવા બંધ કરવાની સલાહ પણ આપતો નથી. માત્ર પોતાની કુળદેવીમાં આસ્થા રાખવાનું જણાવું છું. જ્યારે યુટ્યુબ ઉપર મૂકવામાં આવેલા વીડિયો તેમના ભક્તો દ્વારા મૂકવામાં આવ્યા છે. યુટ્યુબની માહિતી પણ ધનજી ઓડને નથી. હું કોઈ ભક્તો પાસે ગાદી ઉપર બેસવાના રૂપિયા પણ લેતો નથી, જ્યારે ભક્તો પાસે સામેથી જાઉં છું.
વિદેશ ભાગી જવાની બાબતે તેણે જણાવ્યું હતુ કે, હું કાયદામાં માનવા વાળો વ્યક્તિ છું. પરંતુ કાયદાનું જ્ઞાન નથી, તેથી લોકોએ મને થોડા દિવસ બહાર રહેવાની સલાહ આપતા અહીંયાથી દૂર જતા રહ્યો હતો. રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતની જગ્યાઓ પર આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે આટલા સમય દરમિયાન ગયો હતો. પોલીસ દ્વારા મોડી રાત્રે રૂબરૂમાં ત્રીજી નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, પોલીસ જ્યારે પણ તપાસમાં બોલાવશે ત્યારે પૂરેપૂરો સહકાર આપશે.
ગાંધીનગર Dysp એમ. કે. રાણાએ આ બાબતની પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધનજી ઓડ ઢબુડી માતા પહેલા છૂટક મજૂરી કરતો હતો. ત્યારબાદ રીક્ષા ચલાવતો હતો. પરિવારમાં બે દીકરા હોવાના કારણે ધનજી ઓડ દિકરીની અપેક્ષા રાખતો હતો. જોગણી માતાજીના ભુવાજી હોવાના કારણે માતાજી પાસે દીકરીની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ઘનજી ઓડને એક રાત્રે સ્વપ્નામાં ઢીંગલી જેવી દીકરી જોવા મળી હતી તેનું નામ ઢબુડી રાખ્યું હતું. ત્યારથી ધનજી ઓડ ઢબુડી માતા તરીકે પ્રસ્થાપિત થયો હતો.
પોલીસ દ્વારા ધનજી યોજના એક્સિસ બેન્ક, દેના બેન્ક અને તેની સંસ્થાના બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં ભીખાભાઈ પાસે ધનજી ઓડ સામે કરવામાં આવેલી અરજીના પુરાવા માગવામાં આવશે. જ્યારે જરૂર પડશે તો ભીખાભાઈને રૂબરૂ બોલાવવામાં આવશે. હવે સવાલ એ છે કે ભીખાભાઈ, ધનજી સામેના પુરાવા રજૂ કરે છે કે કેમ?