ગાંધીનગર: વર્તમાન પરિસ્થિતિ એવી ઉભી થાય કે, કોઈ પણ કઠણ મનનો માનવી પણ ઢીલો પડી જાય અને ના કરવાનું કરી બેસે. આર્મી, નેવી, એરફોર્સ અને CRPF ના જવાનોએ અઘરી ટ્રેનિંગ લીધી હોય છે. અમુક કારણો સર આત્મહત્યાનો સહારો લેતા હોય છે. આવી જ ઘટના ગાંધીનગરના ચિલોડા પાસે બની હતી. CRPF હેડ કવટર્સમાં એક જવાને પોતાની દાઢીના ભાગે જ AK 47 થી ગોળી મારીને આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ
કારણ અકબંધ: ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી વિગતો અનુસાર ગાંધીનગરના ચિલોડા પાસે આવેલ સીઆરપીએફના કાર્યાલય અને કેમ્પમાં 59 વર્ષના સબઇસ્પેક્ટર એ પોતાની સર્વિસગનથી ગોળી મારીને આત્મહત્યા કરી છે. સીઆરપીએફમાં સબઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિશન મોહનભાઈ રાઠોડ બેરેકમાં સુતા-સુતા પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કર્યું હતું. એકે 47 થી દાઢીના ભાગ ઉપર જ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે એમનું મૃત્યું થયું હતું. મળતી માહિતી પ્રમાણે સીઆરપીએફમાં કિશન રાઠોડ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જે બાબતે પોલીસે પણ સ્થળ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ
રાખીયાલના રહેવાસીઃ મૃતક કિશન રાઠોડ કે જેઓ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી સુરધારા સોસાયટી ખાતે રહે છે. થોડા દિવસ પહેલાં જ તેઓ પોતાના ઘર પરિવારને મળવા પણ ગયા હતા. પછી પોતાની ફરજ ઉપર હાજર થયા હતા. તે દરમિયાન જ તેમના દરેકમાં આવેલા પલંગ ઉપર સૂઈને તેઓએ તેમના ઉપર જ ફાયરિંગ કર્યું હતું. સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે કિશન રાઠોડ કોઈ ચોક્કસ બીમારીથી પીડાતા હતા. હજી સુધી સત્તાવા રીતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.