ગાંધીનગર: ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની સી.આર.પાટીલની જાહેરાત થતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે હું ગુજરાત પ્રદેશનો પ્રમુખ બનીશ મને આ વિશે કંઈ જ ખબર નહોતી. ભાજપના મોવડી મંડળ દ્વારા અચાનક જ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પદ માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ અને જે રીતે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કામ કર્યું તેવી જ રીતે હું કામને આગળ વધારીશ.
સુરત ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ કોન્સ્ટેબલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા - President of Gujarat BJP
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂરો થતાં નવા ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે તેવા અનેક નામો વચ્ચે કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ કોન્સ્ટેબલ અને ભાજપના સાંસદ સી.આર.પાટીલને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની નિંમણૂક કરવામાં આવી છે.
સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા