જવાહર ચાવડા ચાવડાએ માણાવદર વિધાનસભા બેઠક પર રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનું ખેસ ધારણ કર્યો હતો. જે બાદ તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. વલ્લભ ધારવિયાએ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
જામનગર ગ્રામ્યમાંથી વલ્લભ ધારવિયા, માણાવદરમાંથી જવાહર ચાવડા અને ઉંઝામાંથી આશા પટેલ સિવાય ધ્રાંગધામાંથી પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.