ગાંધીનગર: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષા તથા કસ્ટર્ડ બનાવીને જનમંચનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જાહેર જનતા સ્ટેજ પર આવીને પોતાની સમસ્યા બાબતની કોંગ્રેસને ફરિયાદ સાથેની જાણ કરે છે જે અંતર્ગત છેલ્લા કેટલાય સમયથી સમસ્યાનો નિવારણ ન આવ્યું તેવા પરિવારજનો સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યોએ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભુપેન્દ્ર પટેલે પણ તમામ ફરિયાદોનો યોગ્ય સ્તરે નિરાકરણ લાવવાનું સૂચન કર્યું છે.
દુષ્કર્મ બાદ હત્યા છતાં ફરિયાદ નોંધાઈ નહિ: અમિત ચાવડાએ ઝાલોદની 15 વર્ષની યુવતી પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરીને લાસ ઝાડ ઉપર લટકાવી દેવા હોવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલામાં તમામ પુરાવા હોવા છતાં પણ પોલીસે હજી સુધી પોલીસ ફરિયાદ પણ નોંધી નથી. આ બાબતે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અને ગૃહવિભાગને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાના આક્ષેપો અમિત ચાવડાએ કર્યા હતા.
'સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ડિસેમ્બર 2022થી ગુમ થયા છે. તેની હજી સુધી કોઈ પણ પ્રકારની પાળ મળી નથી. આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરી છે તેમ છતાં પણ પોલીસ નિષ્ક્રિયતા રીતે દેખાઈ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમના પરિવારજનોએ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.' -અમિત ચાવડા, વિપક્ષ નેતા કોંગ્રેસ
સ્થાનિક રોજગારી મુદ્દે કોંગ્રેસ આકરી: કોંગ્રેસ પક્ષે આજે સ્થાનિક રોજગારી બાબતે પણ પત્રકાર પરિષદ કરી હતી જેમાં અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં પણ રાજ્ય સરકારે જે ઠરાવ કર્યો છે કે 85% સ્થાનિકોને રોજગારી આપવી. આ ઠરાવનો જ અમલ થતો નથી. રાજ્ય સરકારના વિભાગો કે જાહેર સાહસોમાં પણ આ ઠરાવને સરકાર કોડીને પી ગયા હોય તેમ વધતી અમિત ચાવડાએ કર્યો હતો. લોકશાહીમાં શ્રમિકોને અન્યાય થઈ રહ્યા હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.