મુખ્ય પ્રધાને કલેકટર, ડીડીઓને કહ્યું કે, રૂટિન કામગીરી તો પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ થાય છે. તમારે I.T. સિસ્ટમ, ડેટા કલેકશન, કોમ્પ્યુટર બધા જ અદ્યતન સાધનોના ઉપયોગથી બદલાવ-ચેઇન્જ લાવી નવા નિર્ણયો કરવાની માનસિકતા કેળવવી પડશે. જિલ્લામાં એક તાલુકાને સ્પેશ્યલ કેસ તરીકે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી વિકાસ કામો અને વિવિધ યોજનાઓમાં અગ્રેસર બનાવવા પણ પ્રેરક આહવાન કર્યુ હતું. સીએમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની જવાબદારી તય કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે, તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે.
ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનથી NA પ્રક્રિયામાં હ્યુમન ઇન્ટરફિયરન્સ વિના તથા પેપર લેસ વ્યવસ્થા કરી 1 માસમાં બધી જ NA પ્રક્રિયા ઓન લાઇન કરવાની બાબતને પ્રાયોરિટી આપવા સૂચનો કર્યા હતા. ૭/૧ર અને ૬માં ત્વરાએ નોંધ થઇ જવી જોઈએ. ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરીનું મૂલ્યાંકન, તલાટીઓની કામગીરી પર નિરીક્ષણ કરીને ફિડબેક મેળવવા તાકિદ કરી હતી. કલેકટરો-ડી.ડીઓની એક ટીમ બને અને મહિનામાં એકવાર સાથે બેસી સુધારાઓ અંગે મનોમંથન કરવું જોઈએ.
સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટમાં પાણી, વીજળી, પ્લાસ્ટિકમુકત ગુજરાત, સ્વચ્છતા અભિયાનને અગ્રતા આપવા સાથે STP, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર રૂફટોપ, ગ્રીન કવર વધારવા અને ઇન્સ્ટીટયુશનલાઇઝડ ડિલીવરી તથા વ્હાલી દિકરી યોજના, રસીકરણ જેવા અભિયાનોમાં પણ જિલ્લા તંત્રવાહકોને સઘન કાર્યવાહીના સૂચનો કર્યા હતા. સરકાર પૈસા-નાણાં અને વ્યવસ્થાઓ આપવા તૈયાર છે, ત્યારે જિલ્લા તંત્રવાહકો પ્રો-એકટીવ રહી બધા જ જિલ્લા સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં કાર્યરત થાય.
નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીના સતત મોનિટરીંગને પરિણામે જિલ્લા કલેકટરો-ડી.ડી.ઓ સાથે જીવંત સંપર્ક રહે છે. રાજ્યમાં રોગચાળો ન વકરે કે વ્યાપક ન બને તે માટે કલેકટરો-ડી.ડી.ઓ સ્થળ મુલાકાતો, સરપ્રાઇઝ વિઝીટ અને રૂટ બદલીને જે તે સ્થળે જાતનિરીક્ષણ માટે જાય તેવી તાકિદ કરી હતી. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ મળે, તે માટે તથા કિસાનોને કેન્દ્ર સરકાર દ્વારા 6 હજારની અપાતી સહાય માટે ખાતેદારોની નોંધણી થાય તે બાબતે પણ કાળજી લેવા અપિલ કરી હતી. મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલ, પંચાયત રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવો બેઠકમાં જોડાયા હતા.