ગાંધીનગરઃ કોવિડ 19ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે PM મોદી દ્વારા લોકડાઉન 4.0 નવા રંગ રૂપ વાળું હશે. તેવી જાહેરાત કરી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મોટા શહેરોના ઉદ્યોગપતિ અગ્રણીઓ એસોસીએશન સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને લોકડાઉન 4.0 કેવું હોવું જોઈએ તે અંગે ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વીડિયો કોન્ફરન્સ બાબતે માહિતી આપતાં અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર અને જૂનાગઢ, ગાંધીનગર મહાનગરપાલિકાના ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ ડાયમંડ એસોસિયેશન રિટેલ અને હોલસેલના વેપારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
લોકડાઉન 4.0 કેવું હોવું જોઈએ અને કઈ રીતની તકેદારી રાખવી જોઈએ. જેથી સંક્રમણ વધુના ફેલાય તે બાબતની પણ ચર્ચા વીડિયો કોન્ફરન્સમાં કરવામાં આવી હતી..
ઉલ્લેખનીય છે કે 17મી મેના દિવસે દેશમાં ત્રીજું લોકડાઉનનો સમય મર્યાદા પૂર્ણ થાય છે. ત્યારે રવિવારના દિવસે લોકડાઉન 4 અંગેની સત્તાવાર જાહેરાત થશે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જાહેર કરી ચૂક્યા છે ત્યારે લોકડાઉન 4.0 માં કેવી છૂટછાટ આપવામાં આવશે તે જોવું રહ્યું.