ETV Bharat / state

તાપી નદી પર અબ્રામા વાલકને જોડતા ફ્લાયઓવર માટે CM રૂપાણીએ 100 કરોડ મંજૂર કર્યા - રોડ ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મુંબઇ તરફથી નેશનલ હાઈવે અને પલસાણા તરફથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ કર્યા વગર ગોથાણ, સાયણ તરફ જઈ શકે તે માટે મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત વિસ્તારના આઉટર રિંગરોડ પર તાપી નદી પર અબ્રામા વાલકને જોડતા ફ્લાયઓવર માટે 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Aug 25, 2020, 8:17 PM IST

ગાંધીનગર : ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને મુંબઈ તરફથી નેશનલ હાઈવે પલસાણા તરફથી આવતા વાહનો ટ્રાફિક ઘટાડવા માટે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાપી નદી પરબધામ વાળાને જોડતા ફલાયઓવર બનાવવા માટે 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સ્વર્ણિમ સંકુલ
સ્વર્ણિમ સંકુલ

આ બ્રિજના બાંધકામથી સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારના પૂર્વ અને ઉત્તર દિશાની જરુરથી મહત્વની લિંક પ્રાપ્ત થશે. ત્યારે તેના કારણે મુંબઈ તરફથી નેશનલ હાઈવે એટલે કે, પલસાણા તરફથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા વગર શહેરમાં ટ્રાફિકનું ભારણ વધાર્યા વગર વરીયાવ, સાયણ અને ગોથાણ વિસ્તાર તરફ જઇ શકશે. એ જ પ્રમાણે આ વિસ્તારના વાહનો મુંબઈ તરફ જતા રિંગરોડના આ બ્રિજનો ઉપયોગ કરીને સીધા જઈ શકશે.

આમ આ બ્રિજના નિર્માણથી સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં પૂર્વ તરફ અને ઉત્તર તરફના વિસ્તારને એક મહત્વની કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને શહેરના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.

આ રીંગરોડ સુરત શહેર સાથે સંલગ્ન સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતો રોડ છે. જે પૈકી 39 કિલોમીટર લંબાઈનો રોડ છે. બાકીનો 27 કિલોમીટર લંબાઈનો રોડ ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાંથી હાલ 17 કિલોમીટર લંબાઇમાં અને 45 મીટર પહોળાઈમાં આઉટર રિંગરોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.