ETV Bharat / state

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉચ્ચસ્તરીય બેઠક યોજાય - CM Bhupendra Patel

રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શાળા પ્રવેશોત્સવની બેઠકમાં (School Entrance convocation 2022)રાજ્યના તમામ જિલ્લામાં કયા પ્રધાનો કયા જશે તેની જવાબદારી બેઠકમાં સોંપવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જીગ્નેશ મેવાણીના વિધાનસભા વિસ્તાર વડગામની મેમદપુરા પ્રાથમિક સરકારી શાળાથી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉચ્ચસ્તરીય બેઠક યોજાય

author img

By

Published : Jun 20, 2022, 8:24 PM IST

ગાંધીનગર: અપક્ષ નેતા અને કોંગ્રેસના સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વિધાનસભા વિસ્તાર વડગામમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં (School Entrance convocation 2022)હાજર રહેશે. આજે રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શાળા પ્રવેશોત્સવની બેઠકમાં રાજ્યના તમામ જિલ્લામાં કયા પ્રધાનો કયા જશે તેની જવાબદારી બેઠકમાં (Gujarat School Entrance convocation)સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને જીજ્ઞેશ મેવાણી વચ્ચે શરૂ થયેલ શાબ્દીક વોર બાદ હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જીગ્નેશ મેવાણીના વિધાનસભા વિસ્તાર વડગામની મેમદપુરા પ્રાથમિક સરકારી શાળાથી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.

શાળા પ્રવેશોત્સવ

1990-91માં ડ્રોપ આઉટ રેટ 64.48 ટકા ગુજરાત રાજ્યના શિક્ષણ જીતુ વાઘાણી જણાવ્યું (Sala Pravesh Mhotsav 2022)હતું કે રાજ્યમાં વર્ષ 1990-91માં ડ્રોપ આઉટ રેશિયો 64.48 ટકા હતો જે ઘટીને 2020-21માં 3.7 ટકા થયો છે, જ્યારે વર્ષ 2004-05માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 95.65 ટકા હતો જે વધીને 2020-21માં 99.02 ટકા જેટલો ઉંચો થયો છે.

આ પણ વાંચોઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

ક્યા અધિકારીઓ રહેશે હાજર - રાજ્યના પ્રધાનને શાળા પ્રવેશોત્સવની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યની 32,013 જેટલી શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 84 IAS અધિકારીઓ, 24 IPS અધિકારીઓ અને IFS અધિકારીઓ સહિત વર્ગ-1ના 356 અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.

તાપી જિલ્લામાં સીએમ આપશે હાજરી - જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવના સેવાયજ્ઞના બીજા દિવસે રાજ્યના મુખ્યપ્રધાન તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મધુમખી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે. તેમજ બીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્ય પ્રધાનશાળા પ્રવેશોત્સવ કરાવશે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ગુણવત્તા અને સુધારવા તથા દીકરીઓના શિક્ષણને વેગ આપવા વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીની શરૂઆત કરાવી હતી જેના થકી જ વર્ષ 2020-21માં ડ્રોપ આઉટ રેશિયો 3.7 ટકા થયો છે.

આ પણ વાંચોઃ IIM Ahmedabad convocation 2022: IIMના 57માં પદવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો, IIMએ લોગો બદલાવાની કોન્ટ્રોવર્સી નિર્ણયને મોકૂફ રાખ્યો

પહેલા ધોરણના બાળકોને આપવામાં આવશે કીટ - રાજ્ય સરકારના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1 માં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આ વખતે સ્કૂલબેગ, ચોપડા, નોટબુક, યુનિફોર્મ વોટરબેગ, શુઝ, કંપાસ અને અભ્યાસ લક્ષી કીટ પણ બાળકોને મફત આપવામાં આવશે. જો કે ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં તમામ રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો સહિત સહકારી અધિકારીઓ અને બોર્ડ નિગમના ચેરમેન અને હોદ્દેદારોને પણ અલગ-અલગ જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે.

ક્લસ્ટર બનાવીને સમીક્ષા કરશે સરકાર - શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની નવી બાબતો તૈયાર કરવામાં આવી છે .જેમાં કૃષ્ણ દિવ્ય અને તાલુકા દિવ્ય નક્કી કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે માટે શિક્ષકોએ આપેલ સમય દાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સો ટકા નિયમિત હાજરી શાળાઓની માળખાકીય સુવિધાઓ એકમ કસોટી, સત્રાંત કસોટીના પરિણામો કોના ઘરમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન કામગીરી જેવી બાબતની સમીક્ષા કરવામાં આવશે અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે જ શાળામાં સ્કૂલ મોનીટરીંગ કમિટીના સભ્યોની હાજરીમાં જે તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.