ETV Bharat / state

મુખ્યપ્રધાને SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ 2 નું કર્યું લોન્ચિંગ, જાણો શું છે ખાસિયત - Advantages of Electronic Fund Flow Application Model-2

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડલ-2ના(Launch of Electronic Fund Flow Application Model 2) લોન્ચિંગ કર્યું છે. નેશનલ હેલ્થ મિશનની યોજનાના લાભાર્થીઓને હવે નાણાં સહાય સિંગલ નોડલ એજન્સી દ્વારા સરળતાથી બેંક એકાઉન્ટમાં મળશે.

મુખ્યપ્રધાને SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ 2 નું કર્યું લોન્ચિંગ, જાણો શું છે ખાસિયત

author img

By

Published : Feb 10, 2022, 2:21 PM IST

ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની યોજનાના (National Health Mission Gujarat) લાભાર્થીઓને સીધા નાણા સહાય પુરા પાડવાની પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પૂરો પાડે છે.

દેશભરમાં SNAની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું

મુખ્યપ્રધાને SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ 2 નું કર્યું લોન્ચિંગ

આરોગ્ય યોજનાકીયમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના, ટી.બી. રોગ, દવાઓ, અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે છે. તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડલ-2ના લોન્ચિંગ (Launch of Electronic Fund Flow Application Model 2) કર્યું છે. જે પરિણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિકે સીધા જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે. આ ઉપરાંત હાલ જે સહાય લાભાર્થી ને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે.

નેશનલ હેલ્થ મિશન નાગરિકોને સહાય

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ સંપન્ન કર્યું હતું. આ પ્રકારનું નવીન મોડેલ-2 લોન્ચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે. નેશનલ હેલ્થ મિશનની (Benefits of the National Health Mission) વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડ કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે. તદ્દઅનુસાર ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. જે પરિણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીઓને મળતી સહાય લાભ પહોચાડવામાં સમય જતો હતો.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી

CSS અન્વયેના ફંડ માટે ફાળવણી

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના દિશામાં આરોગ્ય વિભાગ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી કરી છે. તેમજ દેખરેખની કામગીરી હેતુસર, સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો પ્રારંભ કર્યો છે.

લાભાર્થીઓને મળતી સહાયની મોનીટરીંગ થશે

દેશભરમાં એક માત્ર ગુજરાતે શરૂ કરેલી આ મોડેલના કારણે તમામ નાણાકીય વ્યવહારો-પ્રોસેસ, PFNS પોર્ટલ પર આપોઆપ પ્રોસેસ થશે. એટલું જ નહીં, વિવિધ યોજનાઓના લાભાર્થીઓના (Advantages of Electronic Fund Flow Application Model-2) મળતી સહાયની વિગતનું રીયલ ટાઇમ મોનીટરીંગ થશે. રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને મળવાપાત્ર નેશનલ હેલ્થ મિશનના લાભો, વિના વિલંબે અને સીધા જ બેંક ખાતામાં મળતા હોવાથી, પારદર્શિતાને વેગ મળતા ‘ગુડ ગવર્નન્સ ઈન હેલ્થ સેક્ટર’ સાકાર થશે.

આ પણ વાંચો: આ સરપંચે ગ્રામજનોમાં જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન કરાવી કરી માનવ સેવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.