ETV Bharat / state

Gift city of Gandhinagar: ગિફ્ટ સિટીમાં એશિયાની સૌથી મોટી કંપની થશે કાર્યરત, CM ભુપેન્દ્ર પટેલે CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું કર્યુ ભૂમિપૂજન - મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં એશિયાની સૌથી મોટી કંપની કાર્યરત થવાં જઈ રહી છે. 'વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાત'ને વધુ બળ આપવાના લક્ષ્ય સાથે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું સીએમ ભુપેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Gift city of Gandhinagar
Gift city of Gandhinagar
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 10:51 AM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 'વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાત'ને વધુ બળ આપવાના લક્ષ્ય સાથે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત CtrlS ગ્રુપના ડાયરેક્ટર રાજીવ ત્રિવેદી, CtrlS ગ્રુપના ડાયરેક્ટર અને નિવૃત્ત મેજર જનરલ વિક્રમ સિંહ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે, CtrlS અને Cloud4Cના CIO અનિલ નામા સહિત ટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

  • ગાંધીનગરના GIFT સિટી ખાતે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-1 'ડેટા સેન્ટર'નું ભૂમિપૂજન કર્યું.

    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં GIFT સિટી ફિનટેક હબ તરીકે વિકસી રહ્યું છે અને આ ક્ષેત્રની વિવિધ કંપનીઓ કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં તૈયાર થનાર… pic.twitter.com/5E1SuofPwJ

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને મળશે પ્રોત્સાહન: આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, એશિયાની સૌથી મોટી કંપની CtrlS ગ્રુપનું નવીન 'ડેટા સેન્ટર' ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે, ત્યારે તેમના વડાપ્રધાન તરીકે આગામી વર્ષ ૨૦૨૪થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન આપશે, વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વડાપ્રધાને સુરત ખાતે વૈશ્વિક કક્ષાના ડાયમંડ બુર્સનો શુભારંભ કરાવ્યો છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થાના પરિણામે વિશ્વના અનેક દેશો રોકાણ સહિત અનેક ક્ષેત્રે ભારત સાથે જોડાવા તત્પર છે.

ગુજરાત સરકારનો પ્રયાસ: વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સ્થપાયેલ ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક ફાઇનાન્સ-ટેક કંપનીઓ કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં તૈયાર થનાર આ ડેટા સેન્ટર ખૂબ જ મહત્વનું પુરવાર થશે. ગિફ્ટ સિટીને આગામી સમયમાં મેટ્રો ટ્રેન સહિતની ટ્રાન્સપોર્ટ સુવિધાઓથી જોડવામાં આવશે તેમ,જણાવી મુખ્યમંત્રીએ નવીન ડેટા સેન્ટરને ગુજરાતમાં આવકારીને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.

CtrlS ગ્રુપનો પ્રતિસાદ: તો આ પ્રસંગે CtrlS ગ્રુપના ડાયરેક્ટર રાજીવ ત્રિવેદીએ સ્વાગત સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગથી અમે ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર થકી નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. CtrlS ગ્રુપ ભારતના ૭ શહેરોમાં ૧૨ ડેટા સેન્ટર ધરાવે છે. આગામી છ વર્ષમાં કંપની AI અને ડેટા ક્ષેત્રે અંદાજે બે મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે, તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા કંપની પોતાનું મહત્તમ પ્રદાન આપશે. જ્યારે CtrlS ગ્રુપના ડાયરેક્ટર અને નિવૃત્ત મેજર જનરલ વિક્રમ સિંહે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે, CtrlS અને Cloud4Cના CIO અનિલ નામા સહિત ટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

  1. 'ગાંધી'નગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતી ગુજરાત સરકાર
  2. સરકારી શાળાઓમાં આ વર્ષે બીજા સત્રથી જ ગીતા શિક્ષણનો આરંભ થશે, ગીતા જયંતી પર ગીતા પરના પુસ્તકનું લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.