રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે શિક્ષક દિવસના દિવસે સન્માનિત કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના સરકારી નિવાસ સ્થાને શિક્ષકોને સહ પરિવાર બોલાવીને સન્માનિત કરાયા છે. ત્યારે બુધવારે 4 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ સન્માનિત થનારા શિક્ષકોને સહ પરીવાર બોલાવવામાં આવ્યા હતા અને તેમને સન્માનિત કરાયા હતા. ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષકો સન્માનિત થાય ત્યારે તેમને ઉત્સાહ મળતો હોય છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને શિક્ષક સંઘ દ્વારા કાયઝાલા એપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5 સપ્ટેમ્બર ના દિવસથી એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી હતી. આ બાબતે શિક્ષણ પ્રધાને કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીની પૂરતી હાજરી હોવી જરૂરી છે. જો બંનેની હાજરી હશે તો જ સારું શિક્ષણ મળી શકશે. ત્યારે કાયઝાલા એપ્લિકેશનની જગ્યાએ શિક્ષક અને વિદ્યાર્થીને પુરતી હાજરી રહે તે પ્રમાણેની સિસ્ટમ આગામી સમયમાં લાવવામાં આવશે. જ્યારે ફેસબુક દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનનો આરંભ કરવામાં આવશે.