રાજ્યમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ બદલાઈ રહી છે તેમાં બે મત નથી. ગુજરાતમાં શાંતિ તેમજ સલામતી માટેની તમામ પ્રકારની સુવિધાઓ છે. પરંતુ સરકારની અંદર બેઠેલા અસામાજિક લોકો કોઈના ઇશારે કામ કરી રહ્યા છે. જેથી પોલીસ તંત્ર પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકતું નથી. ખેડાવાલાએ કહ્યું કે, તે સરકારને કહેવા માગતો હતો કે, ગાયના કતલ માટે કાયદો બનાવવામાં આવ્યો છે, RTO ના નિયમ માટે અશાંતધારાનો કાયદો બનાવ્યો છે. ત્યારે રાજ્યમાં અને દેશમાં મૉબલિચિંગની ઘટનાઓ બની રહી છે. જેમના માટે રાજ્યમાં કડક કાયદો બનાવવામાં આવે તેવી માગ હતી.
વિધાનસભામાં લઘુમતિ સમાજના કલ્યાણ અને સંરક્ષણ વિશેનું બિલ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તરફથી રજૂ કરાયું હતું હતું અને એમણે પોતે જ સર્વાનુમતે પરત પણ ખેંચી લીધુ છે. રાજ્યમાં 7 જેટલી જાતિઓનો અલગ લઘુમતી સમાજમાં સમાવેશ થયેલો છે. ત્યારે આ બાબતે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, મૉબલિચિંગ ઘટના નિવારવા કાયદો બનાવવો જોઈએ.
રાજ્યનું પોલીસ તંત્ર અને સરકાર કડક રીતે કામગીરી કરી રહી છે અને એ પ્રકારનો કોઈ બનાવ બન્યો નથી. સુરતમાં જે બનાવ બન્યો જેમાં સરઘસ કાઢી પોલીસ પર હુમલો થયો હતો અને ઇમરાન ખેડાવાલાએ એવું પણ કહ્યું કે, મને પૂરતો સમય આપવામાં આવતો નથી. પરંતુ એમને દસ મિનિટ તેમના પક્ષના તરફથી ફાળવવામાં આવે એ 10 મિનિટ તેમને ફાળવવામાં આવી હતી. ત્યારબાદ પણ અધ્યક્ષે બીજી વાર પણ એમને તક આપી હતી. આ બીલ સર્વાનુમતે પરત ખેંચાયું છે.
ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે, સરકારના પ્રધાનો બોલવા દેતા નથી. પરંતુ મેં મારા જવાબમાં એવું કહ્યું કે, આપણે જે 182 ધારાસભ્યો ચૂંટાયા છે, તેઓએ પોતે શું બોલવું અને શું ન બોલવું એની કાળજી રાખવી જોઈએ. કારણ કે આપણે ગૃહમાં બોલીએ અને એની અસર ગૃહ બહાર આપણા શહેરમાં તેમજ રાજ્યમાં અસર કરે તો શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાઈ જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડાવાલાએ કહ્યુ કે, તમે જે આ પ્રકારનું બોલો છો એ બોલવું ન જોઈએ.