ગાંધીનગર : કલોલ તાલુકાના સાતેજ ગામમાં મોટા પ્રમાણમાં GIDC વિસ્તાર આવેલો છે. જ્યાં આજે વહેલી પરોઢે આશરે 2:45 વાગ્યાના અરસામાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી.આ આગ એટલી વિકરાળ હતી કે, ગાંધીનગર, અમદાવાદ, કડી નગરપાલિકા, અરવિંદ મીલ, કલોલ નગરપાલિકા અને કલોલ એરફોર્સમાંથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવી શક્યા નથી.
સાતેજમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે - kadi nagar palika
કલોલ પાસે આવેલી સાતેજ GIDC વિસ્તારની પ્લાસ્ટિક ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. પ્લાસ્ટિક ફેક્ટરી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 7 ફાયર ફાઈટર અને 5 લાખ લીટર કરતાં વધુ પાણીનો મારો ચલાવ્યો હોવા છતાં આગ હજુ સુધી કાબૂમાં આવી નથી.
સાતેજમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ