ETV Bharat / state

Corona Cases Gujarat : સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, 5 IAS અધિકારીઓ આવ્યા પોઝિટિવ - સચિવાલયાના 5 IAS અધિકારીઓ કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના કેસ વધતા(Corona Cases Gujarat) સચિવાલયમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી છે. પોઝિટિવ બે અધિકારીના આરોગ્ય વિભાગ અને એક અધિકારી કમિશ્નર ઓફ મ્યુનિસિપલ હોવાની વિગતો સામે આવી છે.

Corona Cases Gujarat : સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, 5 IAS અધિકારીઓ આવ્યા પોઝિટિવ

author img

By

Published : Jan 5, 2022, 8:42 AM IST

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર(Corona Cases Gujarat) મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની કમાન્ડ જેના હાથમાં છે. તેવા આરોગ્ય વિભાગના મુખ્ય અધિક અગ્ર સચિવ મનોજ અગ્રવાલને પણ કોરોના પોઝિટિવ(Manoj Agarwal Corona Positive) સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં પણ મનોજ અગ્રવાલ હાજર રહ્યા હતા. જ્યારે મળતી માહિતી મુજબ મનોજ અગ્રવાલ હાલ પોતાના નિવાસ સ્થાને જ હોમ આઇસોલેશન થઈને સારવાર લઇ રહ્યા છે.

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે પોઝિટિવ

આરોગ્ય અગ્ર સચિવ(Gujarat Health Front Secretary) મનોજ અગ્રવાલ પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક ધોરણે તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોએ પણ પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ(Health Commissioner Jai Prakash Corona Positive) આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આ તરફથી મળતી માહિતી મુજબ જયપ્રકાશ અત્યારે ઘરે હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે.

કમિશ્નર ઓફ મ્યુનિસિપલ પણ પોઝિટિવ

અમદાવાદના પૂર્વ કલેકટર અને અત્યારે હાલ ગાંધીનગર કર્મયોગી ભવનમાં કમિશનર ઓફ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના એમડી તરીકેની ફરજ બજાવતા રાજકુમાર બેનીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે રાજકુમાર બેનીવાલને ગત વાઇબ્રન્ટના અનુભવને ધ્યાનમાં લઈને વર્ષ 2022ના વાઇબ્રન્ટ પણ મહત્વની જવાબદારી સોંપાઈ હતી.

અન્ય ક્યાં અધિકારીઓ આવ્યા પોઝીટિવ

આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ બાદ નાણાં વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તા, ટુરિઝમના સેક્રેટરી હરિત શુકલાનાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આમ 4 જાન્યુઆરીના રોજ 5 IAS અધિકારીઓ પોઝિટિવ(5 IAS Officers Positive in Gujarat) આવ્યા છે. જ્યારે અગાઉ પણ સામાન્ય વહીવટી વિભાગના એક અધિકારી(Secretariat Corona Positive) પણ પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચોઃ Corona Preparation In Gujarat: ગુજરાતના આ 4 જિલ્લાઓમાં બેકાબૂ કોરોનાને કાબૂમાં કરવા જાણો કેવી છે તૈયારી

આ પણ વાંચોઃ Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.