ETV Bharat / city

કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે

અત્યાર સુધી 1 વર્ષથી નાના બાળક માટેની ન્યુમોકોકલ કોંજુગેટે વેક્સિન (PCV) ન્યુમોનિયા રોગ(Pneumonia disease) સામેની રસી ફક્ત ખાનગી દવાખાનામા મળતી હતી. જે અંદાજીત 2 હજાર જેટલો ખર્ચાળ થતો હતો. ત્યારે તારીખ 20 ઓક્ટોબર 2021થી ન્યુમોનિયાની રસી(The pneumonia vaccine) તમામ અર્બન હેલ્થ સેન્ટરમા વિનામૂલ્યે આપવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન મળતા ડેટા મુજબ કોર્પોરેશન વિસ્તારમાં એક વર્ષમાં 1 લાખ 22 હજાર બાળકોને આ રસી આપવામાં આવશે.

કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે
કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે
author img

By

Published : Oct 22, 2021, 3:59 PM IST

Updated : Oct 22, 2021, 11:09 PM IST

  • બે દિવસમાં એક પણ બાળક પર વિપરીત અસર નહીં : કોર્પોરેશન
  • એક્સપર્ટની ટીમ દ્વારા રસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સર્વે કરાશે
  • કોર્પોરેશનના 85થી 90 સેન્ટર પર અપાશે રસી

ગાંધીનગર : ભારત સરકાર(Government of India)ના દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટે વેક્સિન (PCV)ને સામેલ કરવામાં આવી છે. આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળે છે. અત્યાર સુધી ટીબી ,પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસ જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી(vaccine that protects against the disease)સરકાર તરફથી વિનામૂલ્યે દરેક સરકારી દવાખાના(Government Hospital)માં ઉપલબ્ધ છે. જેમાં બે દિવસ પહેલા જ નવી રસી pcv એડ કરવામાં આવી છે. જે હવે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે મળી રહેશે.

આગામી સમયમાં બેથી ત્રણ ડોઝ પૂર્ણ થયા બાદ સર્વે થશે

હેલ્થ વિભાગ(Department of Health)ની ટીમ તરફથી મળતી માહિતી મુજબ બાળકોને pvc રસીના ડોઝમાં પ્રથમ ડોઝ બાળકના છ અઠવાડિયામાં, બીજો ડોઝ 14 અઠવાડિયા બાદ અને બૂસ્ટર ડોઝ નવ મહિના મુકવાનો રહેશે. રસીને લઈને વધુમાં જણાવ્યું હતું કે, રસીના ડોઝ પૂર્ણ થયા બાદ એક સર્વે કરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ જ રસીની અસરો, કેસોમાં ઘટાડો વગેરે વિશે ખ્યાલ આવી શકે છે.

અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં બાળકોને અત્યાર સુધી રસીની કોઈ વિપરીત અસર નહિ

કોર્પોરેશન હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે, બે દિવસ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ બાળકને તેની આડઅસર નથી થઈ. અમદાવાદ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી મળતા આંકડા મુજબ કોર્પોરેશન વિસ્તારમાં એક વર્ષમાં 1,22,000 આજુબાજુ બાળકોને એક વર્ષમાં pvcની રસી આપવાનો ટાર્ગેટ છે. જે માટે 85થી 90 સેન્ટરોમાં રસી આપવાની કામગીરી ચાલી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિલ વગેરે જગ્યાએ આ રસી અત્યારે બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ભાજપના હિતેષ મકવાણા બન્યાં Gandhinagar New Mayor, તમામ જ્ઞાતિના ઉમેદવારો સમાવાયા

આ પણ વાંચોઃ વેક્સિન લો અને એક લીટર ખાદ્ય તેલ ફ્રી મેળવો : AMC

Last Updated : Oct 22, 2021, 11:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.