- ખંભાળિયામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ
- 220થી વધુ મહિલાઓ હાજર રહી
- 225 જેટલા ગામડાઓમાં મહિલાઓના વિકાસ અને શિક્ષણ માટે કામ કરે છે
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 220થી વધુ મહિલાઓ હાજર રહી હતી. ખાસ કરીને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મહિલા સામખ્ય સંસ્થા દેવભૂમિ દ્વારકા વિભાગ અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ખાસ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી.
મહિલાઓ સેમિનાર યોજીને અવેરનેસના કાર્યક્રમો પણ કરે છે
મહિલા સામખ્ય સંસ્થા છેલ્લા 4 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત છે અને 225 જેટલા ગામડાઓમાં મહિલાઓના વિકાસ અને શિક્ષણ માટે કામ કરે છે. મહિલાઓ આગળ વધે તે માટે સેમિનાર યોજીને અવેરનેસના કાર્યક્રમો પણ કરે છે, ત્યારે આજ રોજ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને 108 અભ્યમ સહિત સરકારની કાર્યરત સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન મળ્યું છે. તેવી મહિલાઓએ હાજર રહીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી અને પછાત મહિલાઓને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મહિલાઓ પણ આગળ વધે અને દેશ હિતમાં તેનું પણ પુરુષો જેટલું યોગદાન આપે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખંભાળિયાના ગામમાં એસ્સાર કંપની સામે પ્રદુષણને લઈ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ