- ખંભાળિયામાં યુવા કાર્યકરો દ્વારા બાઇક રેલીનું આયોજન
- વિવેકાનંદના વિચારોથી યુવાઓમાં અનેરો જોશ અને ઝૂનૂન જોવા મળે છે
- સ્વામી વિવેકાનંદના વિચારોના ફેલાવા માટે સુત્રોચ્ચાર ઉઠો જાગો અને ધ્યાય સાથે મંડ્યા રહોના સુત્રોચ્ચાર
ખંભાળિયા: સ્વામી વિવેકાનંદનું નામ આવે એટલે યુવાઓમાં અનેરો જોશ અને ઝૂનૂન જોવા મળે છે. વિવેકાનંદના વિચારોથી ભારત સહિત દેશ- વિદેશના લોકો પ્રભાવિત થયેલા સ્વામિ વિવેકાનંદનું પ્રવચન સાંભળવા માટે લોકો કલાકો સુધી એકગ્રતા પૂર્વક બેસી રહેતા હતા, ત્યારે સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
જિલ્લાઓમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન
જેમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલના આહવાનને પગલે ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, યુવા ભાજપ પ્રમુખ પરબતભાઈ ભાદરકાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા અને ભાણવડ યુવા ભાજપના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના વિચારોના ફેલાવા માટે સુત્રોચ્ચાર ઉઠો જાગો અને ધ્યાય સાથે મંડ્યા રહોના સુત્રો સાથે યુવાનોએ જોશભેર બાઈક રેલી યોજી હતી. ખંભાળિયામાં જોધપુર ગેટથી ખંભાળિયા શહેરની મુખ્ય બજારો જડેશ્વર, શારદા સિનેમા રોડ, જેવીજે સ્કૂલ થઈને પરત જોધપુર ગેટ સુધી જયારે ભાણવડમાં રવિરાજ થઈને નગરપાલિકા સુધી બાઈક રેલી યોજાઈ હતી.
આ બાઈક રેલીમાં ભાણવડ યુવા ભાજપ પ્રમુખ અલ્પેશ પાથરની આગેવાનીમાં ભાણવડના યુવા કાર્યકરો જોડાયા હતા. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે રેલી અને સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.