દ્વારકા: દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવ નિમિતે ભાવ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશ સહીત દ્વારકા નગરી પણ કૃષ્ણમય થઇ ગઈ છે. લોકો જન્માષ્ટમીના પર્વ પર બાલગોપાલની લીલાઓને યાદ કરીને તેમની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. બાદ ગોપાળને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવશે. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
update....