દ્વારકા: દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે.
-
યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડી ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં સંતો-મહંતોના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. pic.twitter.com/QR8WuTTKPX
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડી ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં સંતો-મહંતોના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. pic.twitter.com/QR8WuTTKPX
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 12, 2023યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડી ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં સંતો-મહંતોના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. pic.twitter.com/QR8WuTTKPX
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 12, 2023
વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ: આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે. તેમાં પણ બહુજન સુખાય બહુ જન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત
સાંસ્કૃતિક વિરાસત: મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના દિશા દર્શનમાં આત્મા નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યપ્રધાને ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો pavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય
અનેક મહાનુભાવો હાજર: કાર્યક્રમમાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતો દ્વારા મુખ્યપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ પ્રધાન મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક સહિત મહંત, કલેકટર એમ.એ .પંડ્યા અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.