દેવભૂમિ દ્વારકા : આગામી હોળી અને ફૂલડોર ઉત્સવને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના દ્વારકા ગામમાં યાત્રાળુઓનો ધસારો રહે છે. તેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા અખાદ્ય ખોરાક વેચવામાં ન આવે તેની સાવચેતી રૂપે દેવભૂમિ દ્વારકાની ફુડ અને ડ્રગની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં દ્વારકામાં વિવિધ ખાદ્ય દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ અને દ્વારકાના જોધા માણેકના પુતળા પાસે કનૈયા દૂધની ડેરીમાંથી દૂધના સેમ્પલ લઈ અને લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા. તે દરમિયાન વેપારી સાથે વાત કરતાં વેપારીઓએ જણાવ્યું કે, વર્ષો પહેલાના પણ બે કેસ ચાલુ છે. તેનો પણ નિકાલ નથી આવ્યો અને ત્રીજી વખત સેમ્પલ લેવામા આવ્યા છે.