- જુગાર તેમજ દારૂની હેરાફેરીને નાબૂદ કરવા કાર્યવાહી કરાઇ
- પોલીસે વઘઇ પોલીસ મથકની હદમાં ડ્રાઈવ હાથ ધરી
- વિદેશી દારૂનો જથ્થો સાપુતારાથી વઘઇ તરફ લઈ જવાઈ રહયો હતો
ડાંગ : જિલ્લાના S.P. રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ મથકના PSI પી. જી. જોષી સહિતની પોલીસ ટીમ કોરોનાની મહામારીમાં જુગાર તેમજ દારૂની હેરાફેરીને નાબૂદ કરવા વઘઇ પોલીસ મથકની હદમાં ડ્રાઈવ હાથ ધરી હતી.
આ પણ વાંચો : પારડી પોલીસે એમ્બ્યુલન્સમાં લઇ જવાતો 12,000નો દારૂ સારણ રોડથી ઝડપ્યો
વઘઇ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી
વઘઇ પોલીસ મથકનાં PSI પી.જી.જોષીને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રમાંથી આઈસર ટેમ્પોમાં ડુંગળીનાં જથ્થાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સાપુતારાથી વઘઇ તરફ લઈ જવાઈ રહયો છે. જે બાતમીના આધારે ડાંગની વઘઇ પોલીસની ટીમે વોચ ગોઠવતા સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગના બાજ ગામ પાસે આ આઈસર ટેમ્પો નં. જી.જે.14.એક્સ.8278ને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ આઈસર ચાલકે ટેમ્પાને ગફલતભરી રીતે હંકારી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે રૂપિયા 6 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
17,70,480નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો
વઘઇ પોલીસની ટીમે આ આઈસર ટેમ્પાનો પીછો કરી ઉભો રાખી ચેકિંગ હાથ ધરતા ડુંગળીનાં જથ્થાની આડમાં વહીસ્કી અને બિયરના કુલ નંગ 4,680 જેની કુલ કિંમત 7,64,480 તથા આઈસર ટેમ્પોની 10,00,000 તેમજ મોબાઈલ નંગ 6,000 મળી કુલ 17,70,480 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વઘઇ પોલીસની ટીમે આરોપી અજીજખાન શરીફખાન ખાનજાદા દરગાહની પાછળ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.