શાળાના આચાર્ય પ્રજેશભાઈ ટંડેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રથંપાલ ડી.બી.મોરે, શિક્ષક આનંદ ચૌધરીએ સ્વચ્છતા અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આહરોગ્ય વિભાગ,આહવાના ડૉ.વંદના એ બહેનોને લગતા પ્રશ્નો,વપરાતા સાધનો તથા તેને નિકાલ કરવાની પધ્ધતિ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
વાત્સલ્ય ફાઉન્ડેશન,વડોદરાની સંસ્થા દ્વારા દરેક કન્યાને દશ પેકેટ (100 નંગ) સેનેટરી નેપકિન એક વર્ષ માટે ચાલે એટલા વિનામૂલ્યે વિતરણ કરાયા હતા. શાળા પરિવારે સંસ્થાનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ.કે.ભોયેએ કર્યું હતું.