છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલ અમરેલી, વલસાડ, ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે. જોકે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. આ વરસાદથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે.
ડાંગ જિલ્લામાં ગુરુવારે સાંજથી ધણા વિસ્તારોમાં ઝરમર તો કોઇક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. વાતાવરણમાં પલટો આવતા ગત રાત્રીથી ઝરમર વરસાદ વરસવાનું ચાલું હતું. જ્યારે આજે સવારે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે ડાંગ જિલ્લાનો વરસાદ 57 મી.મી નોંધાયો હતો. વરસાદ વરસતા જ ચોમાસાના આગમનની રાહ જોઈ બેસેલા ધરતીપુત્રોમાં ખુશલી જોવા મળી હતી.
ડાંગ જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આ પહેલા પણ વાયુ વાવાઝોડાને લઈને વરસાદ પડ્યો હતો. તેમાં આહવા પથકનાં અમુક વિસ્તારોમાં વાવણી થઈ હતી. પણ વઘઇ, સુબીર અને આહવા તાલુકાના અમુક ગ્રામ્યવિસ્તારોમાં ખેતીલાયક વરસાદ ન વરસતાં વાવણી થઈ શકી ન હતી. ગઈકાલ સાંજથી ડાંગના અમુક પથકમાં ધોધમાર વરસાદ વરસી જતા ધરતીપુત્રોમાં ખુશીથી લાગણી જોવા મળી હતી. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી જતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતોએ ખેતીની શરૂઆત કરી હતી.
ડાંગ જિલ્લાના સરહદીય ગામડાઓમાં આવેલા ધોધમાર વરસાદનાં પગલે અહીંના માર્ગો ઉપર પાણી પાણીની રેલમછેલ ફરી વળતા સમગ્ર વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઇ હતી.. ગિરિમથક સાપુતારા ખાતે ઝરમર વરસાદથી અહીંના જોવાલાયક સ્થળો ખીલી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદે દસ્તક દેતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.