- ડાંગ જિલ્લા પેટા ચૂંટણીમાં જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવાઇ
- કોંગ્રેસનાં આગેવાન દ્વારા ફરિયાદ નોંધાઈ હતી
- જિલ્લામાં મેજિસ્ટ્રેટનાં જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી
ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામે વિધાનસભાની પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે ભારતીય જનતા પાર્ટી, જિલ્લાનાં આગેવાનો મતદાતાઓને રોકડ રકમ આપી પ્રલોભન આપતા હોવાની જાણ થતા સ્થાનિક કોંગ્રસી આગેવાન કમલેશભાઈ પટેલને થતા તેઓએ ચૂંટણી પંચનાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી.

જાહેરનામાં ભંગની ફરીયાદનાં આધારે આહવા પોલીસ દ્વારા મેનેજર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આહવાનાં જાહેરનામાં ભંગ બદલ ભારતીય જનતા પાર્ટી સુરત ગ્રામ્યનાં 9 જેટલા આગેવાનો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચનખલ ગામે વિધાનસભાની પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે સાંજે 4 વાગ્યાનાં અરસામાં ભારતીય જનતા પાર્ટી સુરત ગ્રામ્યનાં 7 જેટલા આગેવાનો આ ગામમાં પ્રવેશી મતદાતાઓને રોકડ રકમ આપી પ્રલોભન આપી રહ્યાની જાણ સ્થાનિક કોંગ્રેસી આગેવાન કમલેશભાઈ પટેલને થઈ હતી.
ડાંગ જિલ્લા કોંગ્રેસનાં આગેવાન દ્વારા ફરિયાદ નોંધાઈ
કોંગ્રેસી આગેવાન કમલેશભાઈ પટેલે તેઓનાં મોબાઈલ નંબર પરથી ચૂંટણી પંચનાં ટોલ ફ્રી નંબર 1950 પર ફોન કરી આ ભાજપાનાં આગેવાનો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
1)અમિશભાઈ મણિલાલ વસાવા
2)શાંતિલાલ રામસિંગ વસાવા
(3)શામસિંગભાઈ પોહનાભાઈ વસાવા
(4)રાયસીંગ મનસી વસાવા
(5)પ્રકાશભાઈ ગમસીંગ વસાવા
(6)અર્જુનભાઈ જતર્યા વસાવા
(7)અનિલભાઈ મગનભાઈ વાઘ
(8)કાંતિભાઈ નુરાભાઈ પાડવી
(9)શિવાજી કાનજી વસાવા. આ તમામ ઈસમો સુરત ગ્રામ્ય વિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો હતા.આ આગેવાનોની બન્ને ગાડીઓને પોલીસની ટીમે વીડિયોગ્રાફી સાથે ચેક કરતા કોઈ રોકડ રકમ મળી ન હતી તથા બન્ને ગાડીઓમાંથી ભારતીય જનતા પાર્ટીની કેસરી ખેસ મળી આવી હતી.
ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી
આ બન્ને ગાડીઓમાં બહારનાં જિલ્લાનાં મતદાર હોય તથા આ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો ડાંગ જિલ્લામાં ચૂંટણીનાં મતદાનનાં દિવસે હાજર રહી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનાં જાહેરનામાનો ભંગ કરેલ જણાતા આ ભાજપાનાં 9 આગેવાનો સામે આહવા પોલીસની ટીમે 188 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ડાંગ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.