- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર જોરશોરમાં
- ગ્રામીણ વિસ્તારમાં ભાજપ દ્વારા સભાનું આયોજન
- ધારાસભ્ય વિજય પટેલે સભા યોજી
ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જિલ્લામાં ભાજપે પ્રચારનો આરંભ કરી દીધો છે. જેમાં ધારાસભ્ય વિજય પટેલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 8 બેઠક ઉપર પ્રચાર કરી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવવા અપીલ કરી હતી. ગુરુવારે સામગહાન જિલ્લા પંચાયતની બેઠક ઉપર ચૂંટણી પ્રચાર કરી ઉમેદવાર ચંદર ગાવીત અને તાલુકા પંચાયત બેઠકના કમળાબેન હીરાભાઈ રાઉત સાથે માલેગાંવના ઉમેદવાર અર્જુન ગળવીને વિજેતા બનાવવા અપીલ કરી હતી.
સરકારના વિકાસકીય બાબતોની ધારાસભ્યે પ્રજા જોડે ચર્ચા કરી
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં કોંગ્રેસના 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોનું મનોબળ તૂટ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઉત્સાવ વધ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા એવા રસ્તા, પાણી અને વીજળી માટે ડાંગ જિલ્લામાં સરકારે કરેલા કામો વિશે માહિતી આપી હતી. કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દો રહ્યો નથી, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાજપની હોય ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની આવશે તો ડાંગ જિલ્લાનો વધુ વિકાસ કરી શકાશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.