ETV Bharat / state

ડાંગમાં આહવાના 100 કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ડાંગના ભાજપા ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયાની આગેવાનીમાં જિલ્લા પંચાયત આહવા સીટ-1ના મિશનપાડામાંથી ખ્રિસ્તી સમાજના 100થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપાનો કેસરીયો ધારણ કરી લેતા ડાંગ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

ભાજપમાં જોડાયા 100 લોકો
ભાજપમાં જોડાયા 100 લોકો
author img

By

Published : Jan 26, 2021, 1:39 PM IST

  • ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય
  • ખ્રિસ્તી આગેવાનો ભાજપમાં જોડાયા
  • ડાંગ કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ

ડાંગ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ જિલ્લામાં તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરાજીયાની બેલડીએ કમર કસતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને ઐતિહાસિક જીત મળી હતી. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારની ભવ્ય જીત થતા ડાંગ કોંગ્રેસનાં મોટાભાગનાં કદાવર નેતાઓનું ભવિષ્ય અંધકારમય જણાતા તેઓએ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ભગવો ધારણ કરી લીધો છે. જેના પગલે હાલ ડાંગમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ છે.

ભાજપમાં જોડાયા 100 લોકો
ભાજપમાં જોડાયા 100 લોકો
આહવામાં 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ડાંગમાં ભાજપા ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયાની આગેવાનીમાં આહવા જિલ્લા પંચાયત સીટ-1નાં મિશનપાડા વિસ્તારનાં 100 થી વધુ ખ્રિસ્તી કાર્યકર્તાઓ કૉંગ્રેસ પાર્ટીને રામ-રામ કરી કેસરીયો ધારણ કરી લેતા ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.