ETV Bharat / state

આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ સુબિરના માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત

આદિવાસી પ્રજાજોના સર્વાંગી વિકાસ માટે હંમેશા ચિંતિત રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના વિવિધ માર્ગોના નવીનીકરણ માટે તાજેતરમાં જ રૂ.30 કરોડ જેટલી રાશિ ફાળવી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ રૂ. 10 કરોડની જંગી રકમ આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવી રહી છે. તેમ આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

Ganpat Singh Vasava inaugurated the road of Subir taluka
ગણપતસિંહ વસાવાએ સુબિર તાલુકાના માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું
author img

By

Published : Aug 29, 2020, 9:40 AM IST

ડાંગ: જિલ્લાના સુબિર તાલુકાના કુલ રૂ. 1457.47 લાખના છ જેટલા માર્ગોના ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, જેમાં સ્થાનિક પદાધિકારીઓએ ડાંગના પ્રશ્નો સંદર્ભે કરેલી રજૂઆતો પરત્વે સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરીને રાજ્ય સરકારે આ વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે, ત્યારે પ્રજાજનોએ પણ સરકારના હાથ મજબૂત કરી, વિકાસમાં સહભાગી થવાનું છે. "કોરોના" સંક્રમણ વચ્ચે પણ ગુજરાતની વિકાસ યાત્રા "ન રૂકના હે, ન ઝુકના હે"ના ધ્યેય સાથે આગળ વધી રહી છે. જેની પ્રતીતિ છેવાડાના માણસોને પણ થઈ રહી છે. તેમ જણાવી પાછલા ચાર વર્ષોમાં જનહિતલક્ષી અપાર નિર્ણયો લઈને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારે જન જનને વિકાસનો અહેસાસ કરાવ્યો છે, તેમ ઉમેર્યું હતું.

Ganpat Singh Vasava inaugurated the road of Subir taluka
ગણપતસિંહ વસાવાએ સુબિર તાલુકાના માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું

નિર્ણાયક નેતૃત્વ સાથે આપત્તિને અવસરમાં પલટી, સૌને સાથે લઈને સફળતાનો માર્ગ કંડારી રહેલી રાજ્ય સરકારે વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેના સુફળ છેવાડાના લોકોને પણ મળી રહ્યા છે, તેમજ માર્ગોનો વિકાસ ગુજરાતના સર્વાંગીણ વિકાસનો રાજમાર્ગ બની રહ્યો છે. દેશનું ઉત્તમ રોડ નેટવર્ક સ્થાપીને ગુજરાતે દેશને લાંબા, પહોંળા જ નહીં, મજબૂત અને ટકાઉ રસ્તાઓની બાબતમાં પણ શ્રેષ્ઠ મોડેલ પૂરું પાડ્યું છે, જેની નોંધ યુનાઇટેડ નેશન દ્વારા પણ લેવામાં આવી છે. તેમ જણાવી તેમણે પીપલાઇદેવી, પીપલદહાડ, શેપુઆંબા, અને કાકશાળા ખાતે ઉપસ્થિત પ્રજાજનોને રાજ્ય સરકારની વિકાસ માટેની પ્રતિબદ્ધતાથી અવગત કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના કુલ રૂ.1457.47 લાખના અગત્યના 6 જેટલા અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

(1) લવચાલી-ચીંચલી વાયા પીપલાઇદેવી રોડ રૂ. 543.67 લાખના ખર્ચે,

(2) વંજારઘોડી મેઈન રોડથી પ્રાથમિક શાળા સુધીનો રસ્તો રૂ. 14.7 લાખ,

(3) પીપલાઇદેવીથી પીપલદહાડ માર્ગ રૂ. 267.14 લાખ,

(4) ગારખડી-ખાજૂરણા-પીપલદહાડ રોડ રૂ.354.47 લાખ,

(5) કરંજડા-શેપુઆંબા રોડ રૂ. 154.16 લાખ,

(6) શીંગાણાથી કાકશાળા રોડ રૂ. 123.33 લાખ

આમ, ડાંગ જિલ્લાના પૂર્વીય પટ્ટીના સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારોને જોડતા કુલ 6 જેટલા માર્ગોનું કુલ રૂ. 1457.47 લાખના ખર્ચે નવીનીકરણ હાથ ધરાશે. જ્યારે શ્રેણીબદ્ધ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, સુરતના ધારાસભ્ય પુરણેશ મોદી, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર બાબુરાવ ચોર્યા, પૂર્વ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જનપ્રતિનિધીઓ રાજેશભાઈ ગામીત, દશરથભાઈ પવાર, સુરેશભાઈ ચૌધરી, કિશોરભાઈ પટેલ, રમેશભાઈ ગાંગુરડે, ગિરીશ મોદી, ઊર્મિલાબેન બાગુલ સહિત સ્થાનિક સરપંચો, અને અશોકભાઈ ધોરજીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે ઠેર ઠેર સ્થાનિક ડાંગી બોલીમાં કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી પ્રજાજનોને સંબોધન કર્યું હતું.

વરસતા વરસાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણીયા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, પ્રાયોજના વહીવટીદાર કે.જી.ભગોરા, કાર્યપાલક ઇજનેરે જે.કે.પટેલ, નાયબ ઇજનેરો અમિશ પટેલ અને સંદીપ માહલા, તાલુકા વિકાસ અધિકારી સી.ડી.વ્યવહારે, આર.એફ.ઓ. મિત્તલ પટેલ, માહિતી વિભાગની ટીમ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા નિભાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.