ડાંગ: પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગના સૂચના અનુસાર તારીખ 5-02-2020થી તારીખ 14-02-2020ના દિન સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ડાંગ જિલ્લામાં પણ SP સ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ ડાંગ LC, PSI પી.એચ.મકવાણા તેમજ વઘઇ પોલીસ મથકના PSI એચ.એમ.ગોહિલની પોલીસ ટીમે નાસતા ફરતા આરોપીને પકડવાની ડ્રાઈવ હાથ ધરી હતી.
ડાંગ LCB અને વઘઇ પોલીસનાં સયુંકત ઓપરેશન હેઠળ વઘઇ પોસ્ટે ફસ્ટ ગુના રજી.નંબર, 18/2017 આઈ.પી.સી કલમ 420 મુજબના કામનો નાસતો ફરતો આરોપી મદનસીંગ સાવલસીંગ રાજપુરોહિત રહેવાસી.ડી, 218 ગાંધીઆશ્રમ રોડ ડુંગરપુર રાજસ્થાનને ઝડપી પાડી તેને અટકાયતમાં લઈ વધુ તપાસ વઘઇ પી.એસ.આઈ હાર્દીક ગોહિલે હાથ ધરી હતી.