ડાંગ અને તાપી જિલ્લાની હદમાં ગાંજાની ખેતી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી. જેમાં ડાંગ જિલ્લા પોલીસે મળેલ બાતમીને આધારે 2 ટીમ બનાવી સુબિર તાલુકાના ઉગા અને દહેર ગામમાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે F.S.Lને પણ સાથે રાખી તપાસ કરતા ઉગા ગામે હરીશ પવાર અને દેવરામ પવાર નામના 2 ઇસમોએ પોતાના મકાનના વાડા અને ખેતરમાં જે છોડનું વાવેતર કર્યું હતું. તે ગાંજાના હોવાનું જણાતા બંને ઇસમોની અટકાયત કરી હતી.
આ સાથે D.Y.S.P પી.જી.પટેલે સુબિરના દહેર ગામે રામુ પવાર નામના ઇસમને ત્યાં રેડ કરી હતી. જ્યાં પણ તે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરતા મળી આવ્યો હતો. પોલીસે બન્ને સ્થળેથી કુલ 439 ગાંજાના છોડ કબજે કર્યા. જેનું વજન 29 કિલો 970 ગ્રામ અને કિંમત 2 ,32,580 જેટલી મુદ્દામાલ સાથે 3 ઇસમોની અટકાયત કરી નારકોટિક્સ ગુના હેઠળની કલમ 8 B અને 20 A મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ 3 આરોપીઓ પૈકી દહેરનો દેવરામ પવાર ભગત ભુવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન તાપી અને ડાંગ જિલ્લાની હદમાં ગાંજાની મોટા પાયે ખેતી થાય છે. પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો મોટી સફળતા મળી શકે છે.