આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલ HDFC બેંકના ATMને ગત રાત્રીના બે ઈસમોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના મુંબઈથી મોનીટરીંગ કરતા આરગાજ સિક્યુરિટી એજન્સીના CCTVમાં નજરે આવતા તુરંત જ ATMમાં મુકેલા એલાર્મ બજાવવામાં આવ્યું હતું. જે સાંભળી બંને ચોર નાસી છૂટ્યા હતા. આ અંગે એજન્સીએ તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઉમરગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બંને ચોર ઇસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઝડપાયેલા બંને ચોરમાં દિલીપ બિહારી યાદવ અને આકાશ રામચંદ્ર શર્મા વધુ પૈસા કમાવાની લાલચમાં આવી HDFC બેંકના ATMને નિશાન બનાવ્યું હતું. પરંતુ, તેમનો આ ચોરીનો પ્રયાસ મુંબઇ બેસીને CCTV નું મોનીટરીંગ કરતી એજન્સીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસમાં જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંન્ને ચોરની ધરપકડ કરી હતી.