ETV Bharat / state

દમણના બજારોમાં જોવા મળી રોનક, વિકેન્ડ કરફ્યુ હટાવાયો - Weekends and public holidays

દાદરા નગર હવેલી અને દમણમાં સતત ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી પ્રશાસને વીકેન્ડ અને પબ્લિક હોલીડે દરમિયાન લાગુ કરેલા પુરા દિવસના કરફ્યુ માંથી મુક્તિ આપી છે. હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યુ રહેશે. તેવી જાહેરાત બાદ બજારમાં, શાકભાજી માર્કેટમાં ફરી રોનક આવી છે. મંગળવારે બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.

vvv
દમણના બજારોમાં જોવા મળી રોનક, વિકેન્ડ કરફ્યુ હટાવાયો
author img

By

Published : Jun 3, 2021, 11:56 AM IST

  • દમણ પ્રશાસને કોરોનામાં આપી રાહત
  • વિક એન્ડ કરફ્યુ હટાવ્યો
  • બજારમાં ફરી રોનક આવી, ચહલપહલ વધી

દમણ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ દ્વારા બહાર પાડેલા નવા નોટિફિકેશન મુજબ હવે, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જ કફર્યું રહેશે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલ સેવા તથા ઔદ્યોગિક કામદારોને તેમની શિફટ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નોટિફિકેશન બાદ બજારમાં ફરી રોનક આવી છે.

કરફ્યુ હટાવાયો

કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા હવેથી શનિ અને રવિવારના વીક એન્ડ તથા પબ્લિક હોલીડે દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીમાં પૂર્ણ કરફ્યુ હટાવાયો છે. સામાજિક , સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને લગ્ન સમારંભ સહિતના મેળાવડાઓ તથા સ્મશાન યાત્રા, મૃત્યુ પછીની અંતિમ વિધિ દરમિયાન વધુમાં વધુ 50 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે. સંઘપ્રદેશ પ્રશાસને વીક એન્ડ દરમિયાન આપેલી રાહતથી દાદરા નગર હવેલી અને દમણમાં વેપાર-ધંધાને નવુજીવન મળ્યું છે.

આ પણ વાંચો : દમણમાં 56000થી વધુ લોકોએ વેક્સિનના ડોઝ લીધા

બજારમાં વેપારીઓએ વેપાર ધંધા ખોલ્યા

મંગળવારે દાદરા નગર હવેલી અને દમણમાં આવેલી મુખ્ય બજારો, શાકભાજી માર્કેટ અને રસ્તાઓ પર લોકોની ચહલપહલ જોવા મળી હતી. વેપારીઓએ નવા ઉત્સાહ સાથે પોતાના ધંધા રોજગારના સ્થળો ખોલ્યા હતાં. ગ્રાહકો પણ બજારમાં જરૂરી ચીજવસ્તુઓનો ખરીદી કરતા જોવા મળ્યાં હતાં. જો કે પ્રશાસને દીવ જિલ્લા માટે કોઈ છૂટછાટ જાહેર કરી નથી. હાલ આ છૂટછાટ માત્ર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પૂરતી હોવાની વિગતો મળી હતી.

આ પણ વાંચો : કોરોના મહામારીમાં વલસાડ જિલ્લામાં 108ની કચ્છથી વલસાડ જેટલી સફર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.