ETV Bharat / state

વાપીમાં બિલ્ડરનું અપહરણ થાય તે પહેલા પોલીસે 4 અપહરણકર્તાની ધરપકડ કરી - વાપીના ડુંગરા પોલીસ મથક

અંગ્રેજીમાં એક કહેવત છે. "prevention is better than cure" જેને ગુજરાતીમાં કહી શકાય "પાણી પહેલા પરબ બાંધવી". આ કહેવતને વલસાડ જિલ્લા પોલીસે ગુના પહેલા ગુનેગારને ઝડપવામાં લાગુ પાડી છે. વલસાડના ડુંગરા પોલીસે 4 એવા આરોપીઓને ઝડપી પાડ્યા છે કે જેઓ 1 કરોડની ખંડણી વસૂલવા માટે સેલવાસના બિલ્ડરનું અને વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરવા નીકળ્યા હતાં, પરંતુ તેઓ અપહરણ કરે તે પહેલાં પોલીસે રસ્તામાંથી તેમને જ દબોચી લઈ ગુનો બનતા તો અટકાવ્યો સાથે જ અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો.

વાપીમાં બિલ્ડરનું અપહરણ થાય તે પહેલા પોલીસે 4 અપહરણકર્તાની ધરપકડ કરી

author img

By

Published : Apr 19, 2021, 2:22 PM IST

Updated : Apr 19, 2021, 8:29 PM IST

  • આરોપીઓ 1 કરોડની ખંડણી માટે અપહરણ કરવા નીકળ્યા હતા
  • પોલીસે 4 અપહરણકર્તાઓ અપહરણ પહેલા જ ઝડપી પાડ્યા
  • આરોપીઓ સેલવાસના બિલ્ડર, વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરવાના હતા
  • ગયા વર્ષે અમિત શાહનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા હતા

વાપીઃ વલસાડ જિલ્લાના લવાછા ગામથી સેલવાસમાં એક બિલ્ડરનું અપહરણ કરવા નીકળેલી ગેંગને ડુંગરા પોલીસે ઝડપી મહત્વની સફળતા મેળવી છે. પિસ્તોલ અને ચાકુ સાથે બિલ્ડર અને ઉદ્યોગપતિનું અપહરણ કરવા નીકળેલી ગેંગના 4 આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેઓ આજની ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મોંઘી કારમાં ફરતા માલેતુજારોનું અપહરણ કરી કરોડ રૂપિયા સુધીની ખંડણી માંગવાના હતાં.

આ પણ વાંચોઃ સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો

આરોપીઓ 1 કરોડની ખંડણી માટે અપહરણ કરવા નીકળ્યા હતા

1 કરોડની ખંડણી માટે આરોપીઓએ યોજના બનાવી હતી

વાપીના ડુંગરા પોલીસમથકના PSI જયદીપસિંહ ચાવડા અને PSI લાલભા રાઠોડે માલેતુજારોના અપહરણ કરતી ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પિસ્તોલ, ચાકુ જેવા હથિયારો લઈને બલેનો કારમાં સેલવાસના એક બિલ્ડરનું અને વાપીના એક ઉદ્યોગપતિનું અપહરણ કરવા નીકળ્યા હતા. આરોપીઓ અપહરણ કરી 1 કરોડની ખંડણી માગવા જડબેસલાક યોજના પણ બનાવી હતી, પંરતુ પોલીસે પોતાના બાતમીદારો આધારે ગેંગના 4 લોકોને દબોચી અપહરણનો ગુનો બનતા અટકાવ્યો છે.

આરોપીઓ સેલવાસના બિલ્ડર, વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરવાના હતા

આ પણ વાંચોઃ વડોદરાના વેપારી અને તેની પત્નીનું અપહરણ કરનાર ત્રણ સામે ગુનો નોંધાયો

સેલવાસના બિલ્ડરના અપહરણ પહેલા 4 આરોપીઓ ઝડપાયા

પોલીસે પકડેલા 4 આરોપીઓમાં ટૂન્નુસિંગ ઉર્ફે જયસિંગ બિહારનો વતની છે. શ્રીકેશ ઉર્ફે પોલુ ઉત્તરપ્રદેશનો છે. ફેલિકસ સિબુ થોમસ કેરળનો છે. અમિત જયપ્રકાશ સિંગ બિહારનો છે. આ તમામ આરોપીઓ વાપીથી કારમાં સેલવાસના બિલ્ડર ભરત પંચાલનું અપહરણ કરવા નીકળ્યા હતા. તે દરમિયાન ડુંગરા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય વિશાલ ઉર્ફે કાલુ ફરાર થઈ ગયો છે. પકડાયેલા ઈસમો હત્યા, લૂંટ, મોબાઈલ ચોરી જેવા 12થી વધુ ગુનામાં સંડોવાયેલા રિઢા ગુનેગારો છે.

વાપીમાં બિલ્ડરનું અપહરણ થાય તે પહેલા પોલીસે 4 અપહરણકર્તાની ધરપકડ કરી

મુખ્ય આરોપીએ ગયા વર્ષે અમિત શાહ નામના ઉદ્યોગપતિનું અપહરણ કર્યું હતું

મુખ્ય આરોપી ટુન્નુ સિંગે ગયા વર્ષ 2020ના ફેબ્રુઆરી માસમાં વાપીના અમિત શાહ નામના ઉદ્યોગપતિનું અપહરણ કરી 50 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી, જે ગુનામાં તેની ધરપકડ થઈ હતી. જ્યારે શ્રીકેશ ઉર્ફે પોલુ વાપી, ભિલાડ, ડુંગરા, દમણમાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે, જેને 2020માં પારડી કોર્ટે એક વર્ષ માટે વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાથી તડીપાર કરતો હુકમ કર્યો છે. ચારેય ગુનેગારો મારામારી સહિતનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

ગુનેગારો આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા

આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને DySP વીરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, આરોપીઓ ટીમ વર્કથી કામ કરતા હતા, જેમાં સૌ પ્રથમ માર્ગ પર એવા માલેતુજાર લોકોની રેકી કરવી જે મોંઘી કારમાં ફરતા હોય તે બાદ તે વાહનની કિંમત, મોડેલ વગેરે ડિટેલ્સ આપતી એપ વડે તેના મૂળ માલિકનું નામ શોધવું. તેના વ્યવસાય અંગે વિગતો એકઠી કરવી તેનો નિત્યક્રમ કેવો છે તે અંગે રેકી કરવી અને તે બાદ અપહરણ માટે ખાસ સ્થળની પસંદગી કરવી, ખંડણીની ડિમાન્ડ કરવી વગેરે તમામ કાર્યો એક બીજાને વહેંચી પૂરતા પ્લાનિંગ સાથે જે તે ટાર્ગેટનું અપહરણ કરતા હતા. અપહરણ દરમિયાન તેની કારમાં જે પણ રોકડ રકમ હોય તે લૂંટી લેવી તે પણ તેમની યોજનામાં હતું.

વધુ 6 ઉદ્યોગપતિઓ ટાર્ગેટ લિસ્ટમાં હતા

આરોપીઓએ સેલવાસના બિલ્ડર ભરત પંચાલનું અપહરણ કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માગવા ઉપરાંત વાપીના ઉદ્યોગપતિ નારાયણ એમ. શેટ્ટીનું પણ અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ ગુનેગારોએ અન્ય 6 જેટલા ઉદ્યોગપતિઓને પણ પોતાના ટાર્ગેટમાં રાખ્યા હતા.

પિસ્તોલ, ચાકુ, કાર સહિત 7,97,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

જોકે, વલસાડ પોલીસની સતર્કતા અને DySP વીરભદ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસે આ ચારેય રીઢા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 હજાર રૂપિયાની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ, 5 હજાર રૂપિયાના 10 જીવતા કારતૂસ, 7 લાખની કાર, 55 હજાર રૂપિયાના મોબાઈલ, 2,800 રૂપિયા રોકડ મળી કુલ 7,97,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Last Updated : Apr 19, 2021, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.