ETV Bharat / state

Daman: RMCLમાં EDનું સર્ચ ઓપરેશન, અગ્રવાલ બંધુએ 20 હજાર કરોડ રૂપિયાની ઠગાઇ કરી હોવાનો આક્ષેપ - DAMAN LOCAL NEWS

દમણની રાધા માધવ કોર્પોરેશનમાં ED (Enforcement Directorate)વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક દસ્તાવેજ અને ડિજીટલ ડેટા કબજે કર્યા હોવાની માહિતી મળી છે. આ કંપનીના સંચાલક અગ્રવાલ પરિવાર સામે સમગ્ર દેશમાં નેટવર્કિંગ અને ચીટ ફંડ થકી 53 લાખ લોકો પાસેથી 20 હજાર કરોડની ઠગાઇ કરી હોવાના આક્ષેપ છે. શુક્રવારથી EDના અધિકારીઓએ દમણમાં તેમની ઓફિસમાં અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની અને આગામી દિવસોમાં આ મામલે મોટો ઘટસ્ફોટ કરશે તેવી શકયતા સેવાઈ રહી છે.

Daman
Daman
author img

By

Published : Jul 4, 2021, 3:06 PM IST

  • દમણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનું સર્ચ ઓપરેશન
  • RMCL કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • અગ્રવાલ પરિવારે સામે 20 હજાર કરોડની છેતરપીંડીના આક્ષેપ

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ભીમપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી રાધા માધવ કોર્પોરેશન લિમિટેડ (RMCL)ની કોર્પોરેટ ઓફિસ તથા અનિલ અગ્રવાલના ઘરે ED (Enforcement Directorate)ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. શુક્રવારે બપોરથી ચાલી રહેલી તપાસમાં કેટલાક દસ્તાવેજો અને ડિજીટલ રેકર્ડ કબજે કર્યા હોવાની વિગતો મળી છે. જ્યારે, સંચાલક અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલ દમણ બહાર હોય ED તેની પૂછપરછ કરી શકી નથી.

અગ્રવાલ પરિવારે અંદાજિત 20 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા

ડાયરેક્ટ સેલિંગ અને નેટવર્કિંગના નામે રૂપિયા ડબલ કરવાની સ્કીમ બતાવી લોકો સાથે કપટ કરનારા તેમજ દમણના અનેક ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી. સિંગાપુર, દુબઈમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર RMCL (Radha Madhav Corporation Limited) ના અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલની કોર્પોરેટ ઓફીસ અને નિવાસસ્થાને EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગ્રવાલ પરિવારે અંદાજિત 20 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા આધારે આ રેઇડ કરવામાં આવી છે.

RMCLમાં EDનું સર્ચ ઓપરેશન, અગ્રવાલ બંધુએ 20 હજાર કરોડ રૂપિયાની ઠગાઇ કરી હોવાનો આક્ષેપ

ડબલ સ્કીમની લાલચ આપેલી

મળતી વિગતો મુજબ, અગ્રવાલ પરિવારે સ્કીમ પ્રમાણે એક વ્યક્તિએ કંપનીમાં 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી પહેલા તેઓને 20,000 રૂપિયાનો સામાન મળશે અને ત્યારબાદ બે વર્ષ સુધી દર મહિને 24,500 આપવા જણાવાયું હતુ. કંપનીએ બેથી ત્રણ માસ સુધી લોકોના ખાતામાં રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જોકે, ત્યારબાદ રૂપિયા આપવાનું બંધ કરતા લોકોને છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી.

53 લાખ લોકોની કામની ચાઉ કરી

રાધામાધવ કોર્પોરેશન લિમીટેડના માધ્યમથી મિતેશ અગ્રવાલે લાખો લોકોને જણાવેલું કે, નેટવર્કિંગ અને ડાયરેકટ સેલિંગ ખૂબ જ સારો બિઝનેસ છે. જયાં કોઇપણ વ્યક્તિ રૂપિયાની કમાણી કરી પોતાની જિંદગી બદલી શકે છે. તેમજ મિતેશ અગ્રવાલે લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા લોકો તેની વાતમાં આવી ગયા હતા. દેશના 53 લાખ લોકો એવા છે કે જેઓ આ જાળમાં ફસાયા છે.

EDની રેઇડ દરમિયાન અનિલ અગ્રવાલ અને પુત્રો મળ્યા નહીં

હાલ આ અંગે ED દ્વારા કોઈ વિગતો આપવામાં આવી નથી, પરંતુ શુક્રવારથી EDના અધિકારીઓનો કાફલો રાધા માધવ કોર્પોરેશન લિમિટેડની કોર્પોરેટ ઓફિસ અને અનિલ અગ્રવાલના નિવાસસ્થાન પર સઘન તપાસ કરી રહી છે. જોકે, અનિલ અગ્રવાલ અને મિતેષ અગ્રવાલને તેમજ અભિષેક અગ્રવાલને આ અંગે પહેલેથી જ ગંધ આવી જતા તેઓ હાલ દમણની બહાર હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: Bogus Doctor - 221 બોગસ તબીબ ઝડપાયા, ગુજરાત પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત

સિંગાપુર-દુબઈમાં ઇન્વેસ્ટ કર્યું હોવાની શંકા

RMCLની શરૂઆત 2014માં થઈ હતી. જેના દ્વારા મેળવેલા રૂપિયા અનિલ અગ્રવાલે તેના બાંગ્લાદેશી સબંધીની મદદથી સિંગાપુર અને દુબઈ મોકલ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, પરંતુ હવે EDની એન્ટ્રીથી અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલે વિશ્વના કોઈપણ ખૂણામાં પૈસા મોકલ્યા હશે તો તેઓ નાણાં પાછા લાવશે તેવો વિશ્વાસ નાણાં ગુમાવનાર લોકોમાં જાગ્યો છે.

દમણ અને વાપીમાં કરોડોની જમીન ખરીદી

દમણમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભૂમાફિયા બનીને સેંકડો ખેડૂતોની જમીન પચાવી પાડનારા અનિલ અગ્રવાલ એક્સાઇઝ, વેટ વિભાગની રેઇડ દરમિયાન પોતે બિમાર હોવાનું બહાનું બતાવી હોસ્પિટલમાં દાખલ થાય છે. આ વખતે પણ એની તપાસ શરૂ થઈ ગઈ છે તેથી કદાચ આ વખતે પણ તે કોઈ બહાનું બનાવીને હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે તેવી શંકા પણ ભોગ બનનારા લોકોમાં ઉઠી છે.

આ પણ વાંચો: શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

ભોગ બનનારા લાખો લોકોને ED પર પૂરો વિશ્વાસ

લોકોનું માનીએ તો પશ્ચિમ બંગાળમાં જેમ શારદા કૌભાંડે ચકચાર જગાવી હતી. તેટલું જ મોટું કૌભાંડ RMCLનું છે. રાધા માધવ કોર્પોરેશન લિમિટેડનું કૌભાંડ 20,000 કરોડનું હોવાની વાત આ કંપની દ્વારા છેતરાયેલા લોકો કરી રહ્યા છે. જોકે, EDની તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય હકીકત લોકોની સામે આવશે, પરંતુ હાલમાં અનિલ અગ્રવાલ અને mitesh agrawal દ્વારા છેતરપિંડીનો ભોગ બનનારા લાખો લોકોને ED પર પૂરો વિશ્વાસ છે કે આ તપાસ એજન્સી તેમની મહેનતની કમાણી પિતા અને પુત્ર પાસેથી ફરીથી પરત મેળવવામાં સફળતા અપાવશે

હોસ્પિટલમાં દાખલ થવાના નાટક કરી શકે છે

દમણમાં રાધા માધવ કોર્પોરેશન લિમિટેડ પર EDની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે અનિલ અગ્રવાલ મુંબઈમાં મિતેષ અગ્રવાલ દિલ્હીમાં અને અભિષેક અગ્રવાલ પટનામાં હોવાની ચર્ચા થઈ રહી છે. RMCLના સૂત્રોના જણાવ્યાનુસાર અગ્રવાલ પરિવાર પહેલેથી જ જાગૃત હતો કે તેમની સામે કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કદાચ તેથી જ પિતા અને તેના પુત્રો બંને દમણની બહાર નીકળી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.