- વાપીમાં જાહેરનામાનો ભંગ કરી ચાલતા સ્પામાં પોલીસના દરોડા
- પોલીસે પીસલીલી સ્પામાં દરોડા પાડી 3 ગ્રાહકની ધરપકડ કરી
- પોલીસે સ્પાના મેનેજર સહિત 3 યુવતીની પણ ધરપકડ કરી હતી
વાપીઃ ચલામાં પીસલીલી મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. કોરોનાની મહામારી વચ્ચે પણ અહીં લોકો સ્પા ચાલુ રાખી રહ્યા છે.
આ પણ વાંચો- સુરતમાં એક સાથે 4 સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા
જાહેરનામાનો ભંગ કરી સ્પા ખૂલ્લું રાખ્યું હતું
કોરોના મહામારીમાં પણ મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પામાં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી. ચલા ખાતે શોપર્સ ગેટમાં આવેલા પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે બુધવારે દરોડા પાડ્યા હતા. સ્પા ખૂલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર, 4 યુવતીઓ અને 3 ગ્રાહકો સામે વાપી પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો- રાજકોટમાં સ્પા સંચાલક પાસેથી દોઢ લાખની માંગણી કરનારા તોડબાજ પત્રકારો ઝડપાયા
જિલ્લામાં સ્પા, પાર્લર ખૂલ્લા રાખવાની મનાઈ છે
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ, હાલમાં કોવિડને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં છે, જેમાં સ્પા, પાર્લર ખૂલ્લા રાખવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં વાપી-દમણ રોડ પર ચલામાં શોપર્સ ગેટમાં આવેલું પીસલીલી સ્પા પાર્લર ખૂલ્લું હોવાની અને ગ્રાહકો હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે વાપી ટાઉન પોલીસે પીસલીલી સ્પા પાર્લરમાં દરોડા પાડ્યા હતા.
પીસલીલી સ્પામાંથી સેલવાસ, દમણ, નવસારીના ગ્રાહકો ઝડપાયા
સ્પાનો મેનેજર કરણ કુમાર દાસ પિલ્લે તેમ જ સ્પા માં કામ કરતી 19 વર્ષથી 27 વર્ષની 4 યુવતીઓ હાજર હતી. સ્પામાં 3 ગ્રાહકો પણ હતા, જેમાં નવસારીનો સુરેશ ગોંડલિયા, સેલવાસનો દેવેન્દ્રસિંગ અને દમણનો અરવિંદકુમાર શર્માનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામની ધરપકડ કરી હતી.