દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે રહેતા અલ્પેશભાઈ બધાભાઈ પરમારને તેમના જમાઈએઘરે બોલાવ્યા હતા. તે સમયે તેમના ગામના જ સુરમલભાઇ ચંદુભાઈ, મંજુભાઈ ચંદુભાઈ, રાકેશભાઈ રમણભાઈ, સુભાષભાઈ ચંદુભાઈ ભુરીયા આવીને ડીજે વગાડવા બાબતે ઝઘડો કર્યો હતો. ઉપરાંત ઝગડા તકરારને લઈને અલ્કેશભાઈએ પંચાણું કર્યું હતું.
બંને પક્ષોની પંચોલી રૂબરૂમાં સમાધાનનો નિકાલ સમયે વાતનું વતેસર થઇ જતા ચાર વ્યક્તિ ભેગા મળી આવી સુભાષ એ કમલેશની છાતીમાં તીર મારવાને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ અધ્યાયને પણ કમરે વાગવાને કારણે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તમાં ઘાયલ બંનેનેતાત્કાલિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેની ફરિયાદ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી