ETV Bharat / state

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ગુજરાત પર પડ્યો પ્રભાવ, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ પર આંશિક અસર દેખાઇ - IMPACT OF MAHARASHTRA ELECTIONS

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બર, 2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, ત્યારે આ ચૂંટણીને લઇને વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં અસર જોવા મળી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ગુજરાત પર પડ્યો પ્રભાવ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ગુજરાત પર પડ્યો પ્રભાવ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 5:02 PM IST

વલસાડ: મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બર, 2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીને લઇને દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આંશિક અસર જોવા મળી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગ રુપે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ભીલાડ ચેક પોસ્ટ પર વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઇ: મહારાષ્ટ્રમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે જેના અનુસંધાને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વલસાડ જિલ્લામાંથી હોમગાર્ડની એક યુનિટમાં 250 હોમગાર્ડસને મુંબઇ રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને મહારાષ્ટ્રના પાલઘર અને દહાણુ વિધાનસભા ક્ષેત્રમાં ખાસ જવાબદારી આપવામાં આવી છે. ધારાસભ્યો અને સાંસદ મહારાષ્ટ્રમાં પ્રચાર માટે મહારાષ્ટ્રમાં હાજરી આપવા જશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ગુજરાત પર પડ્યો પ્રભાવ (etv bharat gujarat)

દારુની દુકાનોમાં ડ્રાય ડે જાહેર કરાયો: મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રભાવ હેઠળ દમણ અને દાદરા નગર હવેલીમાં 19 થી 20 નવેમ્બરના રોજ 'ડ્રાય ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં દારુની દુકાનો બંધ રહેશે. ત્યારે શરાબના શોખીનો માટે 2 દિવસ દમણ અને દાદરા નગર હવેલીમાં દારુ મળી શકશે નહી.

ચૂંટણીને લઇને મહારાષ્ટ્રના મજૂરો વતન જશે: વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રના મજૂરો અને લોકો રહે છે. ત્યારે મહારાષ્ટ્રમાં આગામી સમયમાં ચૂંટણી આવવાની હોય ત્યારે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાછા પોતાના વતન તરફ જશે. ત્યારે આ મહારાષ્ટ્રમાં ચૂંટણી હોવાને લીધે મજૂરો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા હોવાથી કારખાનાઓમાં મજૂરોની અછત વર્તાઇ રહી છે.

સાંસદ અને ધારાસભ્યને જવાબદારી સોંપાઈ: વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને પણ એક એક વિધાનસભા દીઠ પ્રચાર પ્રસાર માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેને લઇને ચૂંટણીના એક મહિના અગાઉથી સાંસદ અને ધારાસભ્યોની અવરજવર મહારાષ્ટ્ર વિધાનસભા ક્ષેત્રમાં વધી ગઇ છે. આ ચૂંટણી માત્ર મહારાષ્ટ્ર પૂરતી સિમીત નથી, ત્યારે દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં આ ચૂંટણીની અસર દેખાઇ રહી છે. આ ચૂંટણી પૂર્ણ થતા તેની અસર આવતા દિવસોમાં સામાન્ય થશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો:

  1. સફેદ મુસળીની સફળ ખેતી, એક કિલોનો ભાવ 2000 રૂપિયા મળતા ખેડૂતો રાજીના રેડ
  2. વલસાડઃ ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ, PM માં ચોંકાવનારો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.