પોરબંદર: ભારતીય સેનાએ અમદાવાદ ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનું ગઈકાલે તારીખ 18 ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે આજે તારીખ 19 નવેમ્બરના રોજ પોરબંદર દરિયાકિનારે વિવિધ એજન્સીઓ વચ્ચે આપત્તિની તૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને વધારવાના હેતુથી વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આર્મીના ઉચ્ચ અધિકારી તથા અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ કે જેમાં કતાર, સંયુક્ત અરબ અમીરત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદિવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેંડ અને વિયેતનામના પ્રતિનિધિ પણ જોડાયા હતા.
આ ઇવેન્ટમાં 'ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત'ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી, જે અસર કરતી આપત્તિના દૃશ્યનું અનુકરણ કરે છે.
ઓખા-પોરબંદર દરિયાકિનારો: આ કવાયતનો હેતુ કુદરતી આફતો માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં અંતરને દૂર કરવાનો છે. ભારતીય સેના, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અન્ય રાજ્ય સ્તરીય આપત્તિ રાહત સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નવ મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સહભાગિતાનું સ્તર આપત્તિ વ્યવસ્થાપનમાં આ આંતરરાષ્ટ્રીય સહયોગી ઘટનાના મહત્વને પ્રતિબિંબિત કરે છે.


'સંયુક્ત વિમોચન 2024'માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટ પણ છે. જે 19 નવેમ્બર 2024ના રોજ પોરબંદર ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત કામગીરીના વ્યવહારિક અમલીકરણને દર્શાવવાનો હેતુ માટે બહુવિધ એજન્સીઓ અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કર્યો હતો.

'સંયુક્ત વિમોચન 2024' આપત્તિ પ્રતિભાવ મિકેનિઝમને મજબૂત કરવા અને આપત્તિ વ્યવસ્થાપનમાં સંકળાયેલા તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સમન્વયને પ્રોત્સાહન આપવા માટેની ભારતની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઊભું છે.

કઈ રીતે રિસ્પોન્સ આપવો તેનો એક ડેમો: વડાપ્રધાન મોદીએ આઠ વર્ષ પહેલાં આપદા સમયે કમબાઇન્ડ કમાન્ડર કોંફરન્સનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ સહિતની એજન્સી દ્વારા વાવાઝોડા સમયે કઈ રીતે રિસ્પોન્સ આપવો તે એક ડેમો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તાર પરની ઇમારત પર હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવાયા હતા. અને ઇમારતમાંથી રેસ્ક્યુ કરી લોકોને નીચે પણ ઉતારવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વાવાઝોડાના કારણે અનેક ઘરો પડી ગયા હોવાથી તેમાં દબાયેલા લોકોને તેમજ ડોગ્સ કોડની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી. આમ સાથે સાથે રેસ્ક્યુ અને રીલીફ ઓપરેશન બતાવવામાં આવ્યું હતું. આ સમયે એક હોસ્પિટલ કેવી રીતે ઉભી કરવામાં આવે છે, નેવી અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીના જવાનો નીચે ઉતરે છે, લોકોને તાત્કાલિક રાહત કેમ્પ જોઈન્ટ કન્ટ્રોલ રૂમ સુધી લઈ જાય છે, જ્યાં એક હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી હતી.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટ કઈ રીતે મદદ પર આવી પહોંચે તે પણ બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક પુલ તૂટે ત્યારે તાત્કાલિક પુલ બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ કવાયતની પ્રેક્ટિસ એક મહિનાથી ચાલતી હતી અને આજે પોરબંદરના દરિયામાં આ બહુપક્ષીય કવાયત યોજાઈ હતી, જેમાં સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદી સહિત 9 દેશના પ્રતિનિધીઓ પણ જોડાયા હતા.


આ પણ વાંચો: