મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા, બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરોએ નાલાસોપારાની એક હોટલમાં વિનોદ તાવડેને ઘેરી લીધા છે, અને ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હોટલમાં બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અહેવાલ છે કે BVA કાર્યકર્તાઓએ વિરારની પ્રખ્યાત વિવાંતા હોટેલમાં વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરો કથિત રીતે મતદારોને પૈસા વહેંચી રહ્યા હતા, ત્યારે બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને પકડી લીધા હતા. આ પછી BVA કાર્યકરોએ હોટલમાં હંગામો મચાવ્યો હતો. માહિતી મળતાં જ વિરાર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
#WATCH | #MaharashtraElection2024 | Workers of Bahujan Vikas Aghadi created a ruckus outside a hotel in Nalasopara Assembly constituency of Palghar today while a meeting of BJP National General Secretary Vinod Tawde was underway inside. Bahujan Vikas Aghadi MLA Kshitij Thakur and… pic.twitter.com/ZoH5bnYloE
— ANI (@ANI) November 19, 2024
કહેવામાં આવી રહ્યું છે કે નાલાસોપારા ઈસ્ટની વિવંતા હોટલમાં પૈસાની વહેંચણીની ઘટના સામે આવ્યા બાદ નાલાસોપારાના વર્તમાન ધારાસભ્ય અને બહુજન વિકાસ આઘાડીના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને ચૂંટણી અધિકારી અને પોલીસને ઘટનાની જાણ કરી. પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ક્ષિતિજ ઠાકુરે કહ્યું કે ભાજપ મતદારોને પ્રભાવિત કરવા માટે મોટા પાયે નાણાનો દુરુપયોગ કરી રહી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા હતા!
આ ઘટના પર બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, વિનોદ તાવડે વિવાંતા હોટલમાં 5 કરોડ રૂપિયા લાવ્યા હતા. પોલીસ હોટલમાં પહોંચ્યા બાદ તેમને બે ડાયરીઓ પણ મળી આવી હતી. વિનોદ તાવડે કહી રહ્યા છે કે, ત્યાં એક બેઠક ચાલી રહી હતી. પરંતુ શું ભાજપના રાષ્ટ્રીય નેતાને ખબર નથી કે બહારના નેતાઓએ મતદાનના 48 કલાક પહેલા મતવિસ્તાર છોડવો પડે છે? શું તાવડેને એટલી સમજ નથી?
#WATCH | BJP National General Secretary Vinod Tawde says, " ...a meeting of mlas of nalasopara was underway. the model code of conduct for the day of voting, how will voting machines be sealed and how to go about if an objection has to be made...i went there to tell them about it.… https://t.co/kOupjvw0wE pic.twitter.com/3JFRdecQp1
— ANI (@ANI) November 19, 2024
ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની અપેક્ષા
હિતેન્દ્ર ઠાકુરે કહ્યું કે, વિનોદ તાવડે અહીં વહેંચવા માટે 5 કરોડ રૂપિયા લાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ શું કરે છે. હિતેન્દ્ર ઠાકુરે ચૂંટણી અધિકારીઓ સાથે વાત કરી છે. હિતેન્દ્ર ઠાકુરે એમ પણ કહ્યું કે આ સમગ્ર ઘટના અંગે ચૂંટણી પંચ શું પગલાં લે છે તે જોઈશું.
તાવડેએ આરોપોને ફગાવી દીધા હતા
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પૈસાની વહેંચણીના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું, "નાલાસોપારાના નેતાઓની બેઠક ચાલી રહી હતી. મતદાનના દિવસ માટે આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો ઉઠાવવો હોય તો શું કરવું... હું તેમને તે વિશે જણાવવા ગયો હતો. પાર્ટી (બહુજન વિકાસ આઘાડી)ના કાર્યકર્તા અપ્પા ઠાકુર અને ક્ષિતિજને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે તપાસ કરીને સીસીટીવી ફૂટેજ કાઢવા જોઈએ.
તાવડેએ કહ્યું કે, તેઓ 40 વર્ષથી રાજકારણમાં છે. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ ઠાકુર તેમને ઓળખે છે, આખો પક્ષ તેમને ઓળખે છે... છતાં તેઓ માને છે કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
આ પણ વાંચો: