આ માટે ચૂંટણીપ્રચારકેઉમેદવારીફોર્મભરવાદરમિયાન ત્રણકેતેથી વધુ વાહનોના બનેલો કાફલો ચૂંટણી યોજાનાર વિસ્તારના જાહેર માર્ગો પર ફેરવી શકાશે નહીં. સંબંધિત શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓપર ચૂંટણીલક્ષી સરઘસની કારો, વાહનોના ત્રણથી વધુ બનેલા કાફલારૂપે અવરજવરની મનાઈ રહેશે.
આ હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ ખાતા, અન્ય અર્ધલશ્કરી દળો,લશ્કરી દળોના વાહનો, ચૂંટણી કામે સ્ટાફના વાહનો,બોર્ડની પરીક્ષાના કામે સંપાદન કરવામાં આવેલા જાહેર વાહનો, તબીબી વાહનોકેફાયર બ્રિગેડને લાગુ પડશે નહીં.
કોઇપણ વ્યક્તિના સંબંધમાં આપવામાં આવેલી સુરક્ષા માટેના વાહનો સુરક્ષાને લગતી સુચનાઓને આધિન લઇ જવાના રહેશે.આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમ સમગ્ર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૭-(ક) તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.