ETV Bharat / state

દાહોદના તબીબ અને હેલ્થ વર્કરનું કાર અકસ્માતમાં મૃત્યુ, અન્ય 3 ઘાયલ

દાહોદઃ જિલ્લાના વાંસીયા ડુંગરી ગામના માર્ગે કારમાં બેસીને તબીબ સહિત પાંચ જણા દાહોદ આવી રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માતમાં તબીબનું અને હેલ્થ વર્કરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જણાને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Jun 15, 2019, 12:45 PM IST

dahod

દાહોદ જિલ્લા પંચાયત હસ્તક ગરબાડા તાલુકાના નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર હેમંત વસુનિયા અને હેલ્થ વર્કર હિતેશ રાઠોડ સહિત પાંચ જણા કારમાં બેસીને દાહોદ તરફ આવી રહ્યા હતા ત્યારે વાસિયા ડુંગરી ગામ નજીક તેમની કારને અકસ્માત નડતા કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારવાના કારણે અંદર બેઠેલા નવાનગર પી.એસ.સી સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર હેમંત વસુનિયા અને ફિમેલ હેલ્થ વર્કર હિતેશ રાઠોડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

દાહોદના નવાનગર પી.એસ.સી સેન્ટરના તબીબ અને હેલ્થ વર્કરનું કાર અકસ્માતમાં મોત અન્ય ત્રણ ઘાયલ

ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવી અંદર બેઠેલા અન્ય ત્રણ ઈસમોને બહાર કાઢી સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા. ઇજાગ્રસ્તને ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.મૃતક બંન્નેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ખાતે લઇ જવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બનાવની જાણ થતાં ગરબાડા આરોગ્ય કેન્દ્ર પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

R_gj_dhd_02_14_june_accident_av_maheshdamor
નવાનગર પી.એસ.સી સેન્ટરના તબીબ અને હેલ્થ વર્કર નું કાર અકસ્માતમાં મોત અન્ય ત્રણ જણ ઘાયલોને સારવાર માટે દવાખાને ખસેડાયા

દાહોદ,દાહોદ જિલ્લાના  વાંસીયા ડુંગરી ગામ ના માર્ગે કારમાં બેસીને તબીબ સહિત પાંચ જણા દાહોદ આવી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તબીબનું અને હેલ્થ વર્કર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જણાને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદ જિલ્લા પંચાયત હસ્તક ગરબાડા તાલુકાના નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર હેમંત વસુનિયા  અને  હેલ્થ વર્કર હિતેશ રાઠોડ સહિત પાંચ જણા કારમાં બેસીને દાહોદ તરફ આવી રહ્યા હતા  ત્યારે વાસિયા ડુંગરી ગામ નજીક  તેમની કારને અકસ્માત નડતા  કાર પલટી મારી ગઈ હતી કાર પલટી મારવાના કારણે અંદર બેઠેલા નવાનગર પી.એસ.સી સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર હેમંત વસુનિયા અને ફિમેલ હેલ્થ વર્કર હિતેશ રાઠોડ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું  ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવી  અંદર બેઠેલા અન્ય ત્રણ ઈસમોને બહાર કાઢી સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા  ઇજાગ્રસ્તને ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.મૃતક બંન્નેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ખાતે લઇ જવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બનાવની જાણ થતાં ગરબાડા આરોગ્ય કેન્દ્ર પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.