દાહોદઃ દાહોદમાં કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ આંક 1484 ને પાર પહોંચ્યો છે. જ્યારે 29 લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટિવ કેસનો આંકડો 164 પર પહોંચ્યો છે.
શનિવારે 222 રેપીટ ટેસ્ટ પૈકી 3 પોઝિટિવ અને 238 આરટીપીસીઆર ટેસ્ટ પૈકી 11 એમ કુલ 14 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યું છે.
આ ૧14 પૈકી 7 દાહોદના, ગરબાડામાં 3, દેવગઢ બારીઆમાં 2, ઝાલોદમાંથી 1 અને ફતેપુરામાંથી 1 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ સંક્રમણ થયેલા લોકોના સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન આજે 14 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી નિતાબેન નિમેશકુમાર પંડ્યા, મુસ્તફા શાબ્બીરભાઈ ભાટીયા , રામુભાઈ સેવાભાઈ પ્રજાપતિ, ગીતાબેન રામુભાઈ પ્રજાપતિ, નિશાબેન મહેશભાઈ પટેલ, ચોૈધરી પ્રવીણભાઈ અરજનભાઈ, દેવડા કમલેશભાઈ ડાયાભાઈ, બારીઆ રાજેશભાઈ રામસીંહ, અસારી અનવરખાન એસ, હઠીલા ગીરીશ એસ , પ્રજાપતિ ભાવેશ કનુભાઈ, મછાર પ્રાકેશભાઈ મલજીભાઈ, બામણ મનુભાઈ જેસીંગભાઈ, ગોદરીયા મહેશ કનૈયાલાલ છે. દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું ત્યારે આ કોરોના સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તાર તરફ પણ પગ પેસારો કરી ચુકતા આરોગ્ય તંત્રમાં ચિતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.